નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: Gir Somnath News: સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલા અંતિરયાળ ગામડાઓમાં અવાર-નવાર દીપડા ઘૂસી આવવાની ઘટના સામે આવતી હતી. ઘણી વાર માનવભક્ષી દીપડા (Man eater leopard) લોકો પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ પણ ઉતારી દેતા હોય છે. ત્યારે વધુ એકવાર દીપડાએ હુમલો કરી બે વર્ષની બાળકીને ફાડી ખાધી હોવાની ઘટના સૂત્રાપાડાના (Sutrapada) મટાણા ગામમાંથી (Matana Village) સામે આવી છે. બાળકી ઘોડિયામાં સુઈ રહી હતી, તે દરમિયાન આદમખોર દીપડાએ બાળકીને શિકાર બનાવી હતી. ઘટનાને લઈ સમ્રગ વિસ્તારમાં ફફડાટ મચી ગયો છે. ગ્રામજનોએ ઘટનાની જાણ વનવિભાગને કરતા વન અધિકારીઓ સહિત વિભાગના કર્મીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હાલ દીપડાને પાંજરે પુરાવા કવાયત હાથ ધરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ 2 દિવસમાં દીપડાના હુમલોનો આ બીજો બનાવ છે.
મળતી વિગતો મુજબ, ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના મટાણા ગામે રાત્રિના અરસામાં આદમખોર દીપડો ગામમાં ઘૂસી આવ્યો હતો અને બાળકીનો શિકાર કર્યો હતો. રાત્રે 8 વાગ્યાના અરસામાં 2 વર્ષીય બાળકી ઘરની બહાર ઘોડિયામાં સૂઈ રહી હતી. તે દરમિયાન તેની માતા કોઈ કામ માટે ઘરની અંદર ગઈ હતી. ત્યારે આદમખોર દીપડાએ બાળકીની આસપાસ કોઈ ન હોવાથી તકનો લાભ લઈ ઘોડિયામાંથી બાળકીને ઉઠાવીને લઈ ગયો હતો. બાળકીના રડવાનો આવાજ આવતા બાળકીની માતા ત્વરિત ઘરની બહાર દોડી આવી હતી. પરંતુ માતાની નજર સામે દીપડાએ બાળકીને ફાડી ખાધી હતી. મહિલા ઉહાપોહ મચવાતા ગ્રામજનો પણ લાકડીઓ સહિત હથિયારો સાથે દોડી આવ્યા હતા. જોકે બાળકીને સારવાર મળે તે પહેલા જ ઘટનાસ્થળ જ મૃત્યુ થયું હતું. ઘટના બાદ ગ્રામજનોમાં ભારે આક્રોશ સાથે ભય પણ જોવા મળી રહ્યો છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ મટાણા ગામે દોડી ગઈ હતી અને બાળકીના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો.
બે દિવસ દરમિયાન દીપડાના હુમાલાની બીજી ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ લોકોએ વનવિભાગને કરતા વન વિભાગની ટીમ પણ મટાણા ગામે દોડી આવી હતી. મોત બનીને ગામમાં ફરતા દીપડાને પાંજરે પુરાવા વનવિભાગની ટીમે પાંજરા ગોઠવ્યા છે. પંરતુ સતત બે દિવસથી આદમખોર દીપડાના જીવલેણ હુમલાથી ગ્રામજનો વાડીએ જવા પણ જીવનું જોખમ અનુભવી રહ્યા છે. ગ્રામજનોની માગ છે તાત્કાલિક ધોરણે દીપડાને પકડવામાં આવે નહિતર ગામમાં નરસંહાર સર્જી શકે છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








