નવજીવન ન્યૂઝ. જામનગર: Jamnagar Borewell Rescue: જામનગર (Jamnagar) જિલ્લાના તમાચણ ગામે (Tamachan Village) બે વર્ષની બાળકી રમતા-રમતા બોરવેલમાં પડી હોવાની ઘટના સામે આવી છે. ગામની એક વાડીમાં બોરવેલનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન શ્રમિકો બોરેવેલથી થોડા દૂર વાડીમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન શ્રમિકની બાળકી રમતા-રમતા સમારકામ ચાલી રહેલા બોરવેલમાં પડી ગઈ હતી અને 20 થી 30 ઉંડાઈ પર ફસાઈ હતી. બાળકીની આજુબાજુ તપાસ કરતા મળી આવી ન હતી, ત્યાર બાદ બોરવેલમાંથી રડવાનો આવાજ આવતા માતા-પિતા સહિત અન્ય ગ્રામજનો પણ બોરેવેલ પાસે દોડી આવ્યા હતા. જ્યાં બોરવેલમાં બાળકી ફસાઇ (Child Stuck in borewell) હોવાની જાણ તાત્કાલિક તંત્રને કરતા ફાયરબ્રિગેડ અને NDRF સહિત સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને બાળકીને બોરવેલમાંથી હેમખેમ કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમજ 2 કલાક જેટલો સમય વીતી ચુક્યો છે. હજુ સુધી બાળકીને બહાર કાઢી શકાઈ નથી, હાલ બાળકીને ઓકિસજન પહોંચાડવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના તમાચણ ગામે ખાતે વાડીમાં આવેલા બોરેવેલનું સમારકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર ત્યાં કામ માટે આવ્યો હતો. શ્રમિકો પોતાના કામ વ્યસ્ત હોવાથી બે વર્ષની બાળકી રમતા-રમતા ખુલ્લા પડેલા બોરવેલમાં 20થી 30 ઉંડાઈ વચ્ચે ફસાઈ હતી. જ્યાં લાંબો સમય વિતી ગયા બાદ બાળકી ન દેખાતા પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી. બોરવેલના અંદરથી રડવાની આવાજ આવતા પરિવારજનો બોરવેલ પાસે દોડી આવ્યા હતા. ત્યારે તેમને બાળકી બોરવેલમાં પડી હોવાની જાણ થઈ હતી. જેને પગલે આસપાસના ગ્રામજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમ્રગ મામલે તંત્રને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ, NDRF ટીમ અને આરોગ્ય વિભાગની ટીમ સહિત પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાળકીને બોરવેલમાંથી કાઢવા માટે રેસ્કયૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જોકે છેલ્લા બે કલાકથી કેમેરા વડે દોરડું નાંખી બાળકીને કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
જેમાં હજુ સુધી કોઈ સફળતા મળી નથી, કેમેરા થકી બાળકીના હાથ દેખાઈ રહ્યા છે. જેને લઈ બોરેવેલની બાજુમાં હવે JCBના મારફ્તે ખોડો ખોદવામાં આવી રહ્યો છે અને બાળકીને ગૂંગળામણના ન થાય તે માટે ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં જણાવા મળી રહ્યું છે કે, મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર મજૂરી કામ કરી રહ્યો હતો, તે દરમિયાન શ્રમિકની બાળકી રમતા-રમતા બોરવેલમાં ખાબકી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796