નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot News: રાજકોટ શહેરમાં ક્રાઈમબ્રાંચે (Rajkot Crime Branch) બંધ દુકાનમાં દરોડો કરી ચાલુ જુગાર ઝડપી પાડ્યો છે. ક્રાઈમબ્રાંચે દરોડો કરી જુગારધામમાં (Gambling raid) નસીબ અજમાવી રહેલા 21 ખેલીને ઝડપી લીધા છે. મળતી વિગતો અનુસાર આ જુગારધામ ત્રણ આરોપીઓ મળીને ચલાવી રહ્યા હતા. જેમાંનો એક પણ સંચાલક ઝડપાયો નથી અને પોલીસ (Rajkot Police) પકડથી દૂર છે.

પોલીસના જણાવ્યા અનુસાર રાજકોટના દુધ સાગર રોડ પર આવેલા રબ્બાની કોમ્પલેક્ષની બંધ દુકાનમાં જુગારધામ ધમધમી રહ્યો હોવાની માહિતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જે માહિતીના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર બી.ટી. ગોહીલ, પોલીસ સબ ઈન્સપેક્ટર એ.એન. પરમારની ટીમે રબ્બાની કોમ્પલેક્ષ ખાતે પહોંચ્યા હતા. જે કોમ્પલેક્ષમાં શાહ પાનની દુકાનની બાજુમાં બંધ દુકાનનું શટર ઊંચકી તપાસ કરતા અંદર બેસી જુગટું ખેલી રહેલા ખેલીઓ રંગે હાથ ઝડપાયા હતા. પોલીસે આ મામલે તમામની ધરપકડ કરી રૂપિયા 7 લાખથી વધારેની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
પોલીસે દરોડામાં કુલ 21 આરોપીને આ દરોડા દરમિયાન ઝડપી લીધા છે સાથે જ જુગારધામમાં નાલ ઉઘરાવી રહેલા આરોપી રાહુલ જોષીને પણ ઝડપી લેવામાં આવ્યો છે. ઉપરાંત આ જુગારધામ ચલાવી રહેલા ત્રણ સંલાચક શાહબાઝ, જયશે ઓડ, સૌકત કરગથરા હાલ ફરાર છે.
શહેરીજનોમાં આ દરોડા બાદ ચર્ચાએ જોર પકડ્યું છે. કે, આ જુગારધામ રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમધમી રહ્યું હતું. પરંતુ સ્થાનીક પોલીસ અજાણ હશે (અથવા જાણવા છતાં અજાણ હશે) ત્યારે જ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને દરોડો કરવા માટે જવું પડ્યું હશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796