નવજીવન ન્યૂઝ. જામનગર: ગુજરાતમાં હૃદય રોગના હુમલાની જાણે કે બીમારી ચાલી રહી હોય તેવી રીતે એક બાદ એક યુવાનો હૃદય રોગના હુમલામાં મોતને ભેટી રહ્યા છે. કયારેક જીમમાં કસરત કરતા સમયે, તો કયારે ક્રિકેટ રમતા, કયારે વાહનચલાવતા સમયે યુવાનો હૃદય રોગના હુમલાનો ભોગ બની રહ્યા છે. ત્યારે વધુ એક ડોક્ટરનું હાર્ટ અટેકથી (Heart Attack) મૃત્યુ થયું હોવાની ઘટના જામનગરથી સામે આવી છે. જામનગરમાં (Jamnagar) 41 વર્ષીય હૃદય રોગના નિષ્ણાંત ડોક્ટરને (cardiologist) અચાનક સવારના સમયે છાતીમાં દુખાવો થતાં તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. તેમને હોસ્પિટલ લઇ જતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત્યુ જાહેર કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર નિષ્ણાત હૃદય રોગના ડોક્ટર ગૌરવ ગાંધી (Doctor Gaurav Gandhi) ના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. સવારના સમયે તેઓ ઉઠ્યા બાદ અચાનક ડોક્ટરને છાતીમાં દુખાવો ઉપાડ્યો હતો. જે કારણે તેઓ જમીન ઢળી પડ્યા હતા, ડોક્ટરના જમીન પર પટકાવાનો આવાજ આવતા પરિવારના સભ્યો પણ દોડી આવ્યા હતા અને ગૌરવ ગાંધીને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ ગૌરવ ગાંધીને સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
ગૌરવ ગાંધીની ઉંમર 41 વર્ષ હોવાનું સામે આવ્યું છે, તેમજ તેમને હૃદય રોગના નિષ્ણાંત ડૉકટર માનવામાં આવતા હતા. અત્રે ઉલ્લેખયની છે કે, થોડા સમય અગાઉ સુરતમાં એક 41 વર્ષીય મહિલા સવારે યોગા કરી રહ્યા હતા, તે દરમિયાન તેમને હાર્ટ અટેક આવતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતુ. લોકો સ્વસ્થ રહેવા માટે કસરત કરતા હોય છે, પોતાના શરીરનો ખ્યાલ રાખતા હોય છે. તેમ છતાં કસરત કરતાં અને યોગા કરતાં હવે લોકોને હાર્ટ આઠેક આવી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796