Thursday, July 9, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ પોશ વિસ્તારમાં રાત્રિના અંધારા થઈ લાખો રૂપિયાના આઇફોનની ચોરી

અમદાવાદ પોશ વિસ્તારમાં રાત્રિના અંધારા થઈ લાખો રૂપિયાના આઇફોનની ચોરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) પાંજરાપોળ વિસ્તારમાંથી ચોરી ઘટના સામે આવી છે, રાત્રિના અંધારામાં ચોરે મોબાઇલ દુકાનને ટાર્ગેટ કરીને લાખો રૂપિયાની ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે. ચોરે મોઘીદાંટ કંપનીના ફોન નંગ 119 અને રોકડા રૂપિયા મળી કુલ 77 લાખથી વધુ રૂપિયાની ચોરી કરી છે. જે સમ્રગ મામલની જાણ વેપારીને થતા વેપારીએ અજાણ્યા વ્યક્તિ સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (gujarat university police station) ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે ફરિયાદ નોંધી ચોરને પકડવા તપાસ હાથધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી અપૂર્વ ભટ્ટ શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલા થર્ડ આઇવિઝન કોમપ્લેક્ષના છઠ્ઠા માળે વાયબલ રેકોર્મસ પ્રા.લિમિટેડ મોબાઈલની દુકાન ધરાવે છે. 4 જૂનના રોજ તેઓ દુકાન બંધ કરી મોબાઇલની ડિલીવરી લેવા માટે ગયા હતા. ત્યાર બાદ 350 જેટલા મોબાઇલ દુકાનમાં લાવી સાંજે 5 વાગ્યાના અરસામાં દુકાન બંધ કરી ઘરે જવા માટે નીકળી ગયા હતા. ત્યારબાદ સોમવાર સવારે દુકાન ખોલવા માટે જતા તેમની દુકાનનું તાળું તૂટેલું હતું અને દુકાનની અંદર રહેલો સમાન વિખરાયેલિ હાલતમાં પડ્યો હતો. તપાસ કરતા આઇફોનના ડિલવરી લઇને આવેલા 10 બોક્સમાંથી ત્રણ બોકસ ગાયબ હતા. જેમાં iPhone 14 72 નંગ અને iPhone 13 47 નંગ મળી કુલ 119 જેટલા આઇફોન અને લોકરમાંથી 63 હજાર રૂપિયા મળી કુલ 77 લાખ રૂપિયાથી વધુ ચોરી થયાની આશંકા જતા વેપારી દુકાના CCTV કેમેરા ચેક કર્યા હતા. જેમાં રાત્રિના સમયે એક વ્યક્તિ માથે ટોપી પહેરી અને મોઢા પર મફલર બાંધી ચોરી કરતો હોવાનું CCTV ફૂટેજમાં કેદ થયો હતો.

- Advertisement -

જે સમ્રગ ચોરીની ઘટનાને લઈ વેપારીએ ગુજરાત યુનિવર્સિટી ખાતે અજાણ્યા વ્યક્તિ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular