Friday, June 5, 2026
HomeGeneralપુત્રએ મમતાનો સબંધ લજવ્યો, માતા સાથે આચર્યું દુષ્કર્મ: જામનગર

પુત્રએ મમતાનો સબંધ લજવ્યો, માતા સાથે આચર્યું દુષ્કર્મ: જામનગર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જામનગર: Jamnagar News: માતા માટે દીકારાઓ સૌથી વ્હાલા માનવામાં આવે છે. દીકરાના દુ:ખમાં જો સૌથી વિશેષ સહભાગી વ્યકિત હોય તે મા છે. દીકરા માટે આખી દુનિયા સાથે લડી લેવા એક મા હંમેશા તૈયાર હોય છે. કહેવાય છે કે ‘મા એ મા બાકી બધા વગડાના વા’, પરંતુ આ તમામ બાબતો વચ્ચે માતા-દિકરાના સબંધને લાંછન લગાડતી ઘટના જામનગરમાંથી(Jamnagar) સામે આવી છે. જ્યાં જે માતાએ જન્મ આપ્યો, તે માતાને પુત્રએ હવસનો શિકાર બનાવી હતી. ઘટના પગલે સમ્રગ પંથકમાં ચકચાર મચી ગયો છે. લોકોએ પણ નરાધમ સામે આક્રોશની લાગણી વ્યકત કરી છે. પીડિત માતાએ સમ્રગ દુષ્કર્મની ઘટના અંગે નરાધમ પુત્ર સામે બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે (Jamnagar Police) ગુનો નોંધી ગણતરીના કલાકોમાં નરાધમની ધરપકડ કરી હતી.

જામનગરના ખાતે રહેતી આધેડ વયની મહિલા પોતાના દિકરા સાથે રહેતી હતી. શનિવારે રાત્રે નશામાં ચકચૂર બનેલા પુત્રએ ઘરમાં આવી આધેડ માતા પર નજર બગાડી હતી અને પોતાની માતા પર દુષ્કર્મ ગુજારી હવસનો શિકાર બનાવી હતી. આ ઘટના બાદ પીડિત મહિલા ઘેરાપ્રત્યાઘાતમાં સારી પડી હતી, બાદમાં મહિલાએ હિંમતભેર પોલીસ સ્ટેશનમાં જઈ પુત્રના કાળી કરતૂતનો પર્દાફાશ કરવા અને ભવિષ્ય કોઈ બીજી મહિલા નરાધમનો શિકાર ન બની જાય તે માટે જામનગર બી ડિવિઝન ખાતે સમ્રગ ઘટના જણાવી હતી. જે અંગે આધેડ મહિલાની ફરિયાદના અધારે પોલીસે દુષ્કર્મ અંગનો ગુનો નોંધી ગણતરીના કલાકમાં નરાધમ પુત્રની ધરપકડ કરી છે.

- Advertisement -

મહિલાઓને દીકરીઓ દુષ્કર્મ ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. કેટલાક કિસ્સાઓમાં ઘરના પરિજનો દ્વારા મહિલાઓ અને દીકરીઓ પર નજર બગાડી હવસનો શિકાર બનાવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ અમદાવાદમાં એક કાકાએ સગી ભત્રીજીની એકલાતનો લાભ લઈ દુષ્કર્મ આચાર્યુ હતું. ત્યાર બાદ આજે જામનગરમાં સગા દિકરી પોતાની માતા સાથે દુષ્કર્મ કરતાં અરેરાટી મચી ગઈ છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular