Friday, September 22, 2023
HomeGujaratAhmedabadઅમદાવાદમાં નબીરાએ રોફ જમવાવા કાર પર લખ્યું MLA Gujarat, આખા પરિવારમાં કોઈ...

અમદાવાદમાં નબીરાએ રોફ જમવાવા કાર પર લખ્યું MLA Gujarat, આખા પરિવારમાં કોઈ MLA ન હતું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad MLA Gujarat Board: અમદાવાદમાં (Ahmedabad) નબીરાઓ રોફ જમાવવા માટે જુદ્દા-જુદ્દા લખાણોના બોર્ડ ગાડીઓ પર લગાવતા હોય છે. જ્યારે કેટલીક વખત સરકારી હોદ્દાઓના લખાણ વાળી પ્લેટ પણ કાર પર લાગાવીને નબીરાઓ રોફ જમાવતા હોય છે. ત્યારે અમદાવાદ પોલીસે (Ahmedabad Police) એક એવા નબીરાને ઝડપ્યો છે કે જેના આખા પરિવારમાંથી કોઈ ધારાસભ્ય ન હોવા છતાં પણ પોતાની કારમાં MLA Gujarat લખીને રોફ જમાવતા પોલીસે શાન ઠેકાણે લાવી દીધી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના ઝોન 7ના ડીસીપી ભગીરથસિંહ જાડેજા ગઈકાલે રાત્રીના સમયે રાઉન્ડમાં હતા. તે દરમિયાન સિંધુભવન રોડ ખાતે આવેલા ઓક્સીજન પાર્ક પાસેના જાહેર રોડ પર એક શંકાસ્પદ કાર જોવા મળી હતી. કાર નંબર GJ18 BK 2827 પર MLA Gujarat લખેલું હોવાથી ડીસીપી જાડેજા કાર ચાલકની ખરાઈ કરવા માટે પહોંચ્યા હતા. કારમાં રહેલા યુવક અને તેના મિત્રોની પુછપરછ કરવામાં આવી હતી કે, મોડી રાત્રે રોડ પર ગાડી ઉભી રાખી શું કરી રહ્યા છો.

- Advertisement -

ગાડીમાં કોઈ શંકાસ્પદ વસ્તું છે કે નહીં તેની તલાસી લેવામાં આવતા ગાડીના ડેસ્કબોર્ડ પરથી MLA Gujarat લખેલું એક બોર્ડ મળી આવ્યું હતું. જેથી કાર ચાલક પોતે ધારાસભ્ય છે કે નહીં તે પુછપરછ કરતાં તે અને તેના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ ધારાસભ્ય ન હોવાનું સામે આવ્યું હતું. મિત્રો અને અન્ય લોકો સામે રોફ જમાવવા માટે કાર ચાલક માનવસિંહ મહેન્દ્રસિંહ ચાવડા MLA Gujarat લખેલું બોર્ડ ગાડીમાં રાખીને આ હોદ્દાનો ખોટી રીતે દુરૂપયોગ કરતો હતો. સાથે જ કારમાં ગેરકાયેદસર ડાર્ક ફિલ્મ પણ લગાડવમાં આવી હતી. આ કાર ચાલક અંગેની જાણ સરખેજ પોલીસ સ્ટેશનને કરવામાં આવતા કાર ચાલક માનવસિંહ મહેન્દ્રસિંહ ચાવડા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત આ કારની જોડે રહેલી GJ27 BE 2474 નંબરની I20 કારમાં ડાર્ક ફિલ્મ હોવાના કારણે તે આ કારને પણ પોલીસે ડિટેઈન કરી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular