Wednesday, July 22, 2026
HomeNationalજમ્મુ-કાશ્મીરમાં મોરબી જેવી બ્રિજ હોનારત સર્જાઈ, અનેક લોકો ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં મોરબી જેવી બ્રિજ હોનારત સર્જાઈ, અનેક લોકો ઘાયલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.જમ્મુ કાશ્મીર: Jammu Footover Bridge collapsed : અવાર નવાર બ્રીજ તૂટવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં તંત્રના વાંકે પ્રજા મોતનો કોળિયો બનતા હોય છે. મોરબીમાં બ્રીજ તૂટવાની ઘટના (Morbi Bridge Collapsed incident) બની હતી, જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. આ પડઘા હજુ તો શાંત નથી થયા ત્યાં તો જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) ઉધમપુર (Udhampur) જિલ્લામાંથી ફુટબ્રીજ તૂટવાની (Footover Bridge collapsed) દુર્ઘટના સામે આવી છે, જેમાં ઘણાં લોકો ઘાયલ થવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

ઉધમપુર જિલ્લાના ચૈનાની તાલુકામાંથી આ દુર્ઘટના સામે આવી છે. અહીં બૈસાખી તહેવારની ધામધુમ પૂર્વકની ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે બૈન ગામના બૈની સંગમ ખાતે મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ મેળાની ઉજવણીમાં હર્ષોલ્લાસ સાથે ભાગ લે છે.

- Advertisement -

ત્યારે બૈસાખી તહેવારની ઉજવણી સંદર્ભે ચૈનાની તાલુકામાં મોટી સંખ્યામાં ગ્રામજનોની ભીડ ઉમટી હતી. ત્યારે મેળામાં જવા માટે બિનિસંગ નદીનો ફુટબ્રીજ પસાર કરી રહ્યા હતા, ત્યારે અચાનક પુલ તૂટી પડતા મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસકર્મીઓ અને રાહતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

મળતાં અહેવાલો પ્રમાણે ઘાયલ લોકોને રેસ્ક્યુ બાદ નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના સમયે ત્યા હાજર લોકોએ પોતાના મોબાઈલમાં આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ પુલ કયાં કારણોસર તુટ્યો તેનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. પોલીસ તપાસ કામગીરી કરી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular