જયંત દાફડા (નવજીવન. અમદાવાદ): ગુજરાતમાં રોજબરોજ વ્યાજખોરોના ત્રાસની ફરીયાદ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં વ્યાજખોરોના ચક્રવ્યુમાં ફસાયેલા પતી-પત્નીએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યુ છે. જો કે આત્મહત્યા કરતા પહેલા પતી તેના ભાઈને મેસેજ કરીને સુસાઈટ નોટ મોકલી હતી.
સમગ્ર બાબતે સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટકએ જણાવ્યુ હતુ કે, ચાદલોડીયાના રહેવાશી રમેશચન્દ્ર પંચાલે ગઈકાલે ફરીયાદ નોંઘાવી હતી. ફરીયાદીનો દીકરો હીતેશ જેના લગ્ન એકતા સાથે થયા હતા. હીતેશ ઝાયડસ હોસ્પીટલની પાછળ એક મેડિકલ સ્ટોરમાં કામ કરીને પોતાનુ ગુજરાન ચલાવતા હતા. ઘંઘામાં નુશાન થતા પૈસાની જરુર પડી હતી.
જેથી હીતેશે જગદીશ દેસાઈ,જલાભાઈ દેસાઈ અને જીતુ ભાથોર જોડેથી વ્યાજે પૈસા લીઘા હતા. હીતેશે ત્રણે જોડેથી 6 લાખ જેટલા પૈસા લીઘા હતા. ત્યાર બાદ વ્યાજખોરો હપ્તા માટે સતત દબાણ કરતા હતા અને હપ્તો ચુકી જાય તો મોટી પેન્લટી આપવામાં આવતી હતી.
વ્યાજખોરોથી કંટાળી 24 ડીસેમ્બરના રોજ કડી પાસે આવેલી કેનાલમાં જમ્પ લગાવી આત્મહત્યા કરી હતી. પ્રથમ ડેડ બોડી 26એ મળી હતી અને 29એ મળી હતી. આત્મહત્યા પહેલા પતિએ તેના ભાઈને મેસેજ કરીને કહ્યુ હતુ કે”અમારાથી હવે વ્યાજ ભરાય તેમ નથી. આ બાબતે અમે ઘરમાં કઈ પણ નથી શકતા અને વ્યાજ ભરીને થાકી ગયા છે, જેથી હવે આત્મહત્યા કરીએ છે”
સોલા પોલીસે ત્રણે વ્યાજખોરો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરુ કરી છે.
અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ જીવન ટુંકાવ્યું #gujarat #Ahmedabad #ahmedabadpolice pic.twitter.com/rHbKvrd3F8
— Navajivan (@Navajivan1) January 3, 2022
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]
![]() |
![]() |
![]() |











