Sunday, April 19, 2026
HomeBusinessશું ડોલરની તેજી પૂરી થઈ ગઈ? ડોલર ઇંડેક્સ ૮ સપ્તાહના તળિયે

શું ડોલરની તેજી પૂરી થઈ ગઈ? ડોલર ઇંડેક્સ ૮ સપ્તાહના તળિયે

- Advertisement -

રૂપિયો વર્ષાન્ત સુધીમાં રૂ. ૮૧.૫૦ થઈ શકે

શક્ય છે કે બદલાયેલા આંતરપ્રવાહમાં ડોલરના તેજીવાળાના હાથમાંથી બાજી મંદિવાળા પાસે જાય

ઇબ્રાહિમ પટેલ ( (નવજીવન ન્યૂઝ. મુંબઈ): શું ડોલરની (Dollar) તેજી પૂરી થઈ ગઈ છે? ૬ કરન્સી બાસ્કેટનો ઇંડેક્સમાં અમેરિકન ડોલર શુક્રવારે ૮ સપ્તાહના તળિયે બેસી ગયો, ત્યારે આ સવાલ વાજબી છે. ફેબ્રુઆરીમાં અમેરિકન રોજગારીના આંકડા બજારની અપેક્ષાથી વધુ સારા આવતા, ફેડરલ રિઝર્વ તેની ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી) દ્વારા જૂન મિટિંગમાં વ્યાજદર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવે, ત્યારે શક્યતા એવી છે કે ડોલર વધુ નબળો પડે. ડોલરના મંદિવાળાઓએ હજુ પણ ૧૦૩ અને ૧૦૨.૬૦ પોઇન્ટના સપોર્ટને રમવાનું ચાલુ રાખ્યું છે. પણ શુક્રવારે ઇંડેક્સ ૧૦૨.૭૧ થયો ત્યારે બજારને એવા સંકેત મળ્યા હતા કે હવે શક્ય છે કે બાજી તેજીવાળાના હાથમાંથી મંદિવાળા પાસે જશે.

ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો તમામ મેટલ્સને તેજીનો ટેકો પૂરો પાડશે. શુક્રવારે અમેરિકન અને યુરોપિયન સરકારના બોન્ડ યીલ્ડ ઘટતા, બુલિયન મેટલ્સની તેજી આગળ વધી હતી. વધુમાં અફવા તો એવી પણ છે કે ફેડ અને ઇસીબી ટૂંકમાં વ્યાજદર ઘટાડતા સોનામાં મૂડીરોકાણના વળતર સંરક્ષણ માટે, રોકાણકારોની લેવાલીમાં વધુ ઉછાળો આવશે. બજારનું આવું વલણ છેક ૧ નવેમ્બર ૨૦૨૩થી જોવાઈ રહ્યું છે, જ્યારે ડોલર ઇંડેક્સ ૧૦૭.૦૫ની ઊંચાઈએથી ગબડવો શરૂ થયો અને વાર્ષિક બોટમ ૨૭ ડિસેમ્બર ૨૦૨૩ના ૯૯.૨૨ પોઈન્ટની બનાવી.

- Advertisement -

અમેરિકન બિનકૃષિ રોજગારી આંક ૨.૭૫ લાખ થયો, જે બજારની અપેક્ષા બે લાખ કરતાં વધુ હતો. અલબત્ત, અમેરિકન ફેબ્રુઆરી બેરોજગારી દર ૦.૨ ટકા વધી બે વર્ષની ઊંચાઈએ ૩.૯ ટકા થયો હતો. બજારની ધારણા હતી કે બેરોજગારી દર ૩.૭ ટકા યથાવત રહેશે. શિકાગો ફેડ પ્રમુખ ગુલસબીએ શુક્રવારે એક નિવેદન કરીને ખળભળાટ મચાવ્યો, તેમણે કહ્યું કે ફુગાવાદર નીચે આવી રહ્યો છે, પરિણામે વર્ષના બાકીના સમયમાં ફેડરલ રિઝર્વ અર્થતંત્રમાં બહુ નિયંત્રણો નહીં લાદે, આને લીધે પણ ડોલર ઇંડેક્સ મંદીમાં સારી પડ્યો.

યુરોપિયન સેન્ટ્ર બેંક પાનખર ઋતુમાં વ્યાજદર ઘટાડી શકે છે, એવું નિવેદન ગવર્નિંગ કાઉન્સિલના એક મેમ્બરે શુક્રવારે આપ્યું, પરિણામે યુરો ૭ સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યા પછી પાછો ફર્યો. જર્મન ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન અને પીપીઆઈ ધારણા કરતાં વધુ મજબૂત આવ્યા તેથી, ઇસીબી હવે ઉગ્ર પગલાં લઈ શકશે, એવા અનુમાન પર યુરો આરંભમાં ઊંચકાયો હતો. જર્મનીનું જાન્યુઆરી ઔધ્યોગિક ઉત્પાદન વૃધ્ધિ, ૦.૬ એમ એમ (મિકેનિઝમ ઓફ મટ્રિયલ)ના અનુમાન સામે ૧ ટકા એમ એમ રહ્યું, જે છેલ્લા ૧૧ મહિનામાં સૌથી વધુ હતું.

બેન્ક ઓફ જપાનના નીતિ ઘડવૈયા આ મહિનાના અંતમાં મળનારી નીતિ વિષયક મિટિંગમાં વર્તમાન નકારાત્મક વ્યાજદર નીતિ તરફ વધુ આગળ વધશે. એવા અહેવાલો પાછળ ડોલર સામે જપાન યેન શુક્રવારે પાંચ સપ્તાહની નવી ઊંચાઈએ મુકાયો હતો. યેન મજબૂત થવા સાથે જ ૧૦ વર્ષના બેન્ચમાર્ક જપાન બોન્ડનું યીલ્ડ પણ ૩ સપ્તાહની ઊંચાઈએ ગયું હતું. ટી (ટ્રેઝરી) નોટ યીલ્ડમાં પીછેહઠ થવાથી પણ જપાન યેન મક્કમ થયો હતો. જપાનમાં જાન્યુઆરીમાં ઘરેલુ ખર્ચાઓ પણ વર્ષાનું વર્ષ ૬.૩ ટકા ઘટયા હતા, જે બજારની અપેક્ષા ૪.૪ ટકા ઘટાડા કરતાં વધુ હતા, આ ઘટાડો ત્રણ વર્ષનો સૌથી વધુ હતો.

- Advertisement -

૨૦૨૪ના બીજા છમાસિક ગાળામાં અમેરિકન ડોલર વધુ નબળો પડે તે પહેલા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વિદેશી હૂંડિયામણ અનામતનું પુન:ઘડતર કરે તે પૂર્વે રૂપિયો ૮૨ કે તેનાથી નીચેના સ્વીકૃત સ્તરે પહોંચશે. તે અગાઉ ટૂંકાગાળામાં ડોલર સામે રૂપિયો ૮૨.૫૦ અને ૮૩ આસપાસ અથડાતો રહેશે. કરન્સી બજારમાં રૂપિયો વધુ પડતો નબળો ના પડી જાય તે માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સતત બજારમધ્યથી કરતી રહેશે, આ કિસ્સામાં રૂપિયો વર્ષાન્ત સુધીમાં રૂ. ૮૧.૫૦ થઈ શકે છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular