Saturday, November 8, 2025
HomeGeneralઅમદાવાદના બે કોન્સ્ટેબલને કરવી પડશે સલામઃ ચોરીના 438 મોબાઈલ ફોન શોધી માલિકોને...

અમદાવાદના બે કોન્સ્ટેબલને કરવી પડશે સલામઃ ચોરીના 438 મોબાઈલ ફોન શોધી માલિકોને પરત આપ્યા

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): સામાન્ય રીતે લોકોને અનુભવ કહે છે કે જ્યારે તેઓ પોતાના મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જાય છે ત્યારે પહેલા તો પોલીસ ફરિયાદ લેવાનું ટાળે છે, ત્યાર પછી પોલીસ ફરિયાદ તો નોંધે છે પણ મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ નોંધવાને બદલે ફોન પડી ગયો તે મતલબની જ ફરિયાદ નોંધે છે, કારણ ખોલાઈ ગયેલા ફોન શોધી કાઢવાનું કામ પોલીસનું નથી, પરંતુ અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનના Vatva Police Station બે પોલીસ કોન્સ્ટેબલે ઉદાહરણ રુપ કામગીરી કરી છેલ્લાં ચાર વર્ષમાં 438 મોબાઈલ ફોન શોધી કાઢયા એટલુ જ નહીં એકસો કરતા તો વધુ મોબાઈલ ફોન એવા હતા કે જેમના માલિકે પોલીસ ફરિયાદ સુધ્ધા કરી ન્હોતી છતાં માલિકને શોધી તેમના ફોન તેમને પરત આપ્યા હતા.



વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોહીલ Harpal Singh Gohil 2017માં પોલીસ દળમાં ભરતી થયા અને તેમનું પહેલુ જ પોલીસ સ્ટેશન વટવા પોલીસ સ્ટેશન હતું. વટવા પોલીસ સ્ટેશનના તત્કાલીન ઈન્સપેકટર એચ વી સીસારાએ હરપાલસિંહને કામગીરી સોંપી કે ચોરાઈ ગયેલા અથવા ગુમ થયેલા મોબાઈલ ફોનને સર્વેલન્સમાં મુકી તેની શોધ કરવી હરપાલસિંહ કહે છે આ કામગીરી તો હું અજાણ હતો, પણ ઈન્સપેક્ટર સીસારાએ કઈ રીતે આ દિશામાં કામ થઈ શકે તેની મને તાલીમ આપી અને ચોરાઈ ગયેલા ફોનને શોધી કાઢવાની કામગીરી શરૂ કરી, મુળ કચ્છના હરપાલસિંહ આ કામમાં માહિર થઈ ગયા પણ તેમનો પરિવાર કચ્છ રહેતો હોવાને કારણે તેમણે પોતાની બદલી 2021માં ગાંધીધામ કરાવી લીધી હતી.

હરપાલસિંહની બદલી થતાં તેમના સાથી કોન્સ્ટેબલ અર્જુનસિંહ ઝાલાએ Arjun Singh Zala આ કામગીરી સંભાળી લીધી હતી. છેલ્લાં ચાર વર્ષમાં હરપાલસિંહ અને અર્જુનસિંહની મહેનતને કારણે પોલીસ સ્ટેશનમા 568 અરજી મોબાઈલ સંબંધી હતી તેમાંથી તેમણે 438 ફોન શોધી કાઢયા હતા. આ મામલે 32 આરોપીઓ પણ પકડાયા હતા અને તેમાંથી 31ને પાસા હેઠળ જેલમાં પણ મોકલી આપ્યા હતા. તત્કાલીન પોલીસ ઈન્સપેક્ટર અને હાલમાં ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ઈન્સપેક્ટર એચ વી સીસારા કહે છે હરપાલસિંહ અને અર્જુનસિંહે ચોરાઈ ગયેલા મોબાઈલ ફોન તો શોધી કાઢયા પણ મહત્વની બાબત એવી છે કે એકસો જેટલા મોબાઈલ ફોન એવા હતા કે જે અંગે કોઈ ફરિયાદ પણ નોંધાઈ ન્હોતી, છતાં તેમના માલિકોને શોધી તેમના મોબાઈલ ફોન તેમને પરત આપ્યા છે.



અત્રે ઉલ્લેખનિય છે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય તો મોબાઈલ ફોન પાછા મળે છે તેવી ખબર પડતા આસપાસ વિસ્તારમાં થતાં અનેકોએ બીજા વિસ્તારમાં મોબાઈલ ચોરી થઈ હોય તો પણ વટવામાં આવી ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

બોલો અમદાવાદમાં ઉલ્ટી ગંગાઃ PIના પોસ્ટીંગના ટેન્ડરો વહિવટદારો ભરે છેઃ જેવુ પોલીસ સ્ટેશન તેવુ ટેન્ડર


પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આમ તો કોઈ પણ ધંધામાં સરકારી અને બીનસરકારી કામમાં ટેન્ડર ભરવાની પ્રથા છે, પરંતુ પોલીસ સહિત વિવિધ સરકારી જગ્યાઓ માટે છેલ્લાં કેટલાય વર્ષોથી પાછલા બારણે ટેન્ડર પ્રથા આવી ચુકી છે આ ટેન્ડર પ્રથામાં જેવી જગ્યા તેવુ ટેન્ડર હોય છે, જે સૌથી ઉંચુ ટેન્ડર ભરે તેને તે જગ્યા મળે છે. કાગળ ઉપર આવી કોઈ વ્યવસ્થા નથી એટલે તમે આખી વાતને નકારી શકો છો, પણ શાહમૃગ રેતીમાં માથુ નાખી દે એટલે રણમાં તોફાન અટકી જતુ નથી, પણ છેલ્લાં કેટલાંક સમયથી અમદાવાદમાં ઉલ્ટી ગંગા શરૂ થઈ છે, પોલીસ સ્ટેશનમાં વહિવટદારની જે વ્યવસ્થા આખી ગુજરાત પોલીસમાં ઉભી થઈ છે, તેમાં અમદાવાદ શહેરમાં વહિવટદાર એટલા શકિતશાળી બન્યા છે કે કયાં પોલીસ સ્ટેશનમાં કયાં ઈન્સપેકટર મુકાશે તે નક્કી તેઓ કરે છે કારણ હવે પોલીસ સ્ટેશન અને મહત્વની બ્રાન્ચમાં જવા માટે ટેન્ડર ઈન્સપેકટરો નહીં વહિવટદારો ભરે છે.



પોલીસની જે સરકારી વ્યવસ્થા છે તેમાં વહિવટદાર જેવી કોઈ વ્યવસ્થા અથવા હોદ્દો નથી, પણ વહિવટદારો છે તે બાબત હવે નીવારી શકાય તેમ નથી, કોઈક મોટી ઘટના ઘટે ત્યારે વહિવટદારોને કે કંપનીમાં અથવા જિલ્લા બહાર બદલી કરી તંત્ર સંતોષ માને છે પણ કમનસીબી એવી છે કે વહિવટદારોની બદલી કરનાર ઉચ્ચ અધિકારીઓને પણ પોતાના વહિવટદારો હોય છે, આમ વહિવટદારની પ્રથા નાથી શકાય નહીં એટલી હદે વિકરાળ બની છે, અમદાવાદ જેવા શહેરોમાં અધિકારીઓને વહિવટ કરનારને વહિવટદાર કહેવામાં આવે છે જયારે સુરત જેવા શહેરમાં કેશીયર કહેવામાં આવે છે. જેના ખીસ્સામાં નાણા તેની તાકાત વધારે તે સહજ બાબત હોવાને કારણે વહિવટદાર બહુ શકિતશાળી બની ગયા છે.

99 ટકા કિસ્સામાં વહિવટદાર સરકારી માણસ જ હોય છે એકાદ ટકા અધિકારીઓ વહિવટદાર ખાનગી માણસ રાખે છે, પણ અમદાવાદમાં ઉભી થયેલી પરિસ્થિતિમાં હવે પોસ્ટીગ લેવા માટે પોલીસ ઈન્સપેકટરો રાજનેતા અને ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવાને બદલે વહિવટદારોનો સંપર્ક કરે છે, કારણ પોસ્ટીંગ લેવા માટે પ્રારંભીક જે લાખોનું રોકાણ કરવાનું થાય છે તે રોકાણની વ્યવસ્થા પણ વહિવટદાર કરે છે આમ વગર રોકાણે ઈન્સપેકટરોને પોતાની મનગમતી જગ્યા મળે છે. આમ પોલીસ સ્ટેશનના સાચા ખોટા કામમાં નિર્ણયકર્તા પોલીસ ઈન્સપેકટર હોવો જોઈએ તેના બદલે વહિવટદાર નિર્ણયકર્તા બની જાય છે કારણ ઈન્સપેકટરને મુકાવવા માટે રોકાણ વહિવટદારનું હોય છે, જે રોકાણ કહે તેનું પહેલી પ્રાયોરીટી રોકાણ શકય એટલુ પરત આવે તે જોવાનું હોય છે.



એટલે વહિવટદાર આયોજન કરે છે તેણે રોકાણ કરેલા નાણા કેવી રીતે રીકવર થાય. પહેલા સ્થિતિ એવી હતી કે પગાર સિવાય જે આવક થાય છે તેનું વિભાજન પોલીસ ઈન્સપેકટર પોતાની મનસુફી પ્રમાણે કરતા હતા, પણ હવે વહિવટદાર થયેલી આવકમાંથી કેટલો હિસ્સો ઈન્સપેકટરને આપવો તે નક્કી કરે છે, ઘણા પોલીસ ઈન્સપેકટરો કોઈ ચોક્કસ આંકડો પોતાને મળશે તેવુ નક્કી કરે છે, આવા કિસ્સામાં એવુ પણ બને રોકાણ કરનાર વહિવટદારને પોલીસ ઈન્સપેકટર કરતા પણ વધારે ભાગ મળે છે, આસામાન્ય સંજોગ ઉભા થાય અને બહાર એજન્સી રેડ કરે ત્યારે જવાબદારી તો ઈન્સપેકટરની હોય છે, તેવા સંજોગોમાં ઈન્સપેકટરની બદલી કરવી જરૂરી હોય છે, આ સ્થિતિમાં ઈન્સપેકટરને નહી બદલવા પેટે રીટેન્ડર પણ થાય છે જેની તમામ જવાબદારી વહિવટદારની હોય છે.

- Advertisement -

બહુ હોબાળો થાય અને વહિવટદારની કે કંપનીમાં બદલી થાય તેવા સંજોગોમાં પણ કે કંપનીમાં ફરજ બજાવતા વહિવટદાર પોતાનો વહિવટ યથાવત રાખે છે. આ આખી પ્રક્રિયા સાથે સામાન્ય નાગરિકને કોઈ ફેર પડતો નથી કારણ રીકવરી અને પ્રોફીટ માટેનું ટાર્ગેટ બે નંબરના ધંધાર્થીઓ જ હોય છે, પોલીસમાં એક જુની કહેવત છે હશે તેનું જશે, કાયદેસરની તપાસ થશે.


અમદાવાદ IPL મેચમાં નરેન્દ્ર મોદી અને અમીત શાહ સામે પોલીસ આ રીત ગ્રેડ પે અંગેનો મુદો રજુ કરશે બોલો કયો ગુનો નોંધશો

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાત પોલીસની ગ્રેડ પેની (Gujarat Police Grade Pay) માગણીના મુદ્દે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યુ છે, નીલમ મકવાણા (Neelam Makwana) સહિત નરેન્દ્રસિંહ જેવા આંદોલનકારીઓ જાહેરમાં બહાર આવ્યા પછી ગૃહ વિભાગે તેમની જિલ્લા બદલી કરી આંદોલનને દબાવી દીધાનો દાવો કર્યો પરંતુ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ બે મહિનામાં આ પ્રશ્નનો ઉકેલ આવી જશે તેવી ખાતરી આપ્યા પછી ખુદ હર્ષ સંઘવીના પોતાને આપેલા તેમના વચનની કિમંત રહી નથી તેવુ તેમના તાબામાં રહેલી એક લાખનું પોલીસ દળ માની રહ્યુ છે હર્ષ સંઘવીના વચને છ મહિના વીતી જવા છતાં કોર્ટની જેમ તારીખ ઉપર તારીખ પડે તેવી જ સ્થિતિ ગ્રેડ પેના મુદ્દે પોલીસની છે.



ગ્રેડ પે અંગે આંદોલન ચલાવી રહેલી પોલીસની સામે સૌથી મોટો વાંધો હોય હોય તો ગુજરાતના આઈપીએસ અધિકારીઓ છે તેમનો મત એવો છે કે પોલીસ પગાર ઉપરાંત બહારથી કમાઈ લે છે તેથી તેમને વધારે પગાર આપવાની જરૂર નથી, પણ આ દાવો કરનાર આઈપીએસ અધિકારીઓ ભુલી જાય છે કે તેઓ પોલીસ દળના શ્રેષ્ઠ અધિકારઓ હોવા છતાં તેઓ પોતાની જાતને પગાર ઉપરાંતની આવક અને સગવડોથી પોતાની દુર રાખી શકવામાં કેટલા સફળ રહ્યા છે આમ પોલીસને ગ્રેડ પે મળવો જોઈએ તે મુદ્દે નાના પોલીસ કર્મચારીનો મત તો કોઈ પુછતુ જ નથી, પણ જે આઈપીએસ અધિકારીઓ ગૃહ વિભાગની નજીક છે તેઓ પોતાનો મત પોતાના જ પોલીસની વિરૂધ્ધમાં આપી રહ્યા છે.

રસ્તામાં ઉપર પચાસ સો રૂપિયા લેતો પોલીસ કોન્સટેબલને અનેકોએ જોય છે જેના કારણે તેની સામે સામાન્ય માણસને ગુસ્સો છે પરંતુ પોતાની ચેમ્બરમાં લાખોનો કારોબાર કરી જતા ઉચ્ચ અધિકારીને સામાન્ય માણસ જોતો નથી તેના કારણે તેમના માટે આદર છે આવી જ સ્થિતિ ગૃહ વિભાગની છે, તેમના માટે તેમની દરેક વાતમાં હાજી કરનાર આઈપીએસ શ્રેષ્ઠ છે પરંતુ રાત દિવસ રસ્તા ઉપર રહેનાર સામાન્ય પોલીસની તેમને કદર નથી હવે આ પીલોસી થાકી ગઈ છે તેમને હમણાં સુધી શીસ્તના નામે તમામ સકકારે ચુપ કર્યા છે, પરંતુ IPL મેચમાં જેમાં નરેન્દ્ર મોદી અને અમીત શાહ હાજર રહેવાના છે તે મેચમાં પોલીસે વિરોધ વ્યકત કરવાનો નવતર પ્રયોગ શોધી કાઢયો છે.



પોલીસ પાસેથી મળેવી માહિતી પ્રમાણે પોલીસને આજે પણ સાઈકલ એલાઉન્સ મળે છે, રવિવારના રોજ થવાની ફાઈનલ મેચના બંદોબસ્તમાં રહેલી પોલીસ પોતાની નોકરી ઉપર સાઈકલ લઈ ફરજ ઉપર જશે અને તેમને નોકરીના સ્થળે મળતા ફડ પેકેટનો બહિસ્કાર કરી ઉપવાસ રાખશે જેમાં કાયદા પ્રમાણે પોલીસ સામે કોઈ પગલા લઈ શકાય નહીં કારણ તેઓ કોઈ ગેરશીસ્ત કરતા નથી.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular