Wednesday, December 11, 2024
HomeGeneralશક્ય એટલું શ્રેષ્ઠ કામ કરીશું, શુભેચ્છા મુલાકાતમાં રાજકોટના નવનિયુક્ત CPએ પત્રકારોને જણાવ્યુ

શક્ય એટલું શ્રેષ્ઠ કામ કરીશું, શુભેચ્છા મુલાકાતમાં રાજકોટના નવનિયુક્ત CPએ પત્રકારોને જણાવ્યુ

- Advertisement -

તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. રાજકોટ): રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી રાજકોટ પોલીસ કમિશનરનું પદ ખાલી હતું જે પદ ઉપર થોડા દિવસો અગાઉ IPS રાજુ ભાર્ગવની વરણી કરવામાં આવી છે. ત્યાર બાદ આજે કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પત્રકારો સાથે શુભેચ્છા મુલાકાતનું આયોજન કર્યું હતું. આ મુલાકાતમાં પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા તેમજ અન્ય તમામ મીડિયા મધ્યમોના પત્રકારો અને તંત્રીઓ સાથે કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો જેમાં પત્રકારો અને પોલીસ વચ્ચે કાયદો અને વ્યવસ્થા તેમજ પ્રજાલક્ષી બાબતો ઉપર ચર્ચા થઈ હતી.



આ કાર્યક્રમમાં કમિશનર રાજુ ભાર્ગવે પોલીસ દ્વારા કરવામાં આવતા પોલીસિંગ સિવાયના અન્ય કાર્યોની પણ માહિતી આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યુ હતું ક, “શહેરના મહાજન સંઘ, ચેમ્બર ઓફ કોમર્સ સહિતના સંગઠનો સાથે મળી તેમની મુશ્કેલીઓ સમજી પોલીસ કાર્યવાહી તરફ આગળ વધશે.” આ મુલાકાત દરમિયાન કમિશનરે 100% કામની ગુલબાંગના બદલે શક્ય તેટલું શ્રેષ્ઠ કામ કરવાની તૈયારી દર્શાવી હતી. જે સૂચવે છે કે રાજકોટના નવનિયુક્ત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ જમીન સાથે જોડાઈ વાસ્તવિકતાના આધારે આગળ વધશે.

પત્રકારો દ્વારા ઓનલાઈન જુગાર, ટ્રાફીક, લેન્ડગ્રેબિંગ, દારૂ-જુગાર અને યુવાનોમાં ડ્રગનું દુષણ મામલે સવાલો કરવામાં આવ્યા હતા. પોલીસ કમિશનરે જવાબમાં શક્ય એટલી વાસ્તવિકતા સમજાવવા અને આગળની કડક રણનીતિ બાબતે સમજ આપી હતી. સાથે જ અરજી પ્રથા બાબતે થયેલા સવાલના જવાબમાં કમિશરે યોગ્ય કાર્યવાહી શુનિશ્ચિત કરવાની ખાતરી આપી હતી.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular