Tuesday, April 21, 2026
HomeNationalસમગ્ર દેશમાં ઈન્ફૂલ્યુએન્ઝા (H3N2) વાયરસનો કહેર, જાણો શું છે આ વાયરસના લક્ષણો...

સમગ્ર દેશમાં ઈન્ફૂલ્યુએન્ઝા (H3N2) વાયરસનો કહેર, જાણો શું છે આ વાયરસના લક્ષણો અને બચાવ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: influenza H3N2 Virus: દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોનાની મહામારી (Corona Pandemic) બાદ હવે એક નવા વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ઈન્ફૂલ્યુએન્ઝા H3N2 (Influenza H3N2) નામનો આ વાયરસ પણ કોરોના જેવા જ લક્ષણો ધરાવે છે. જેના કારણે સરકાર અને જનતામાં આ વાયરસને લઈને ચિંતા ઊભી થઈ છે. જે વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત થાય છે તેને 10થી 12 દિવસ સુધી તાવ અને ખસી રહે છે.

ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઈન્ફલ્યુએન્ઝા વાઇરસનો એક સબ-ટાઈપ(H3N2) છેલ્લા બે-ત્રણ મહિનાથી ફેલાઈ રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, અન્ય સબ-ટાઇપ કરતાં આ વેરિયન્ટને કારણે લોકોને હોસ્પિટલમાં વધુ દાખલ કરવામાં આવે રહ્યા છે.

- Advertisement -

શું છે આ બિમારીના લક્ષણો?

  • જે દર્દીઓ આ વાયરસથી સંક્રમીત થાય છે તેમને 2-3 દિવસ સુધી સખત તાવ રહે છે.
  • બે અઠવાડીયા જેટલા સમય સુધી ખાસી રહે છે.
  • શરીરમાં દુખાવો થાય છે.
  • માથાનો દુખાવો થાય છે.
  • ગળામાં બળતરા થાય છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન(IMA)ની સલાહ

દેશમા વધી રહેલા વાયરસ જન્યરોગોને લઇ IMAએ સલાહ આપી છે કે લાકોએ સતર્ક રહેવાની જરૂર છે તથા વગર કામની એન્ટીબાયોટીક ન લેવી જોઈએ. ડોકટર્સે પણ યોગ્ય તપાસ કરીને જો જરૂર જણાય તો જ દર્દીને એન્ટિબાયોતિક દવાનો ઉપયોગ કરવાની સલાહ આપવી જોઈએ.

ચેપથી બચવા માટે શું કરવું?

  • વાયરસની અસર જણાતા ડોક્ટરની સલાહ લેવી.
  • જે લોકોને વાયરસની અસર છે તેમના સંપર્કથી બચવુ.
  • હાથોની યોગ્ય સફાઇ કરવી.
  • આંખ, નાક અને મોઢાને સ્પર્સ ન કરવું.
  • છીક અને ખાસતી વખતે મોઢાને અને નાકને ઢાંકવા
Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular