Thursday, April 24, 2025
HomeGujaratઅંતે ડાકોર ટેમ્પલ કમિટીને આવી સદબુદ્ધિ, આંદોલનની ચીમકી વચ્ચે ડાકોરના મંદિરમાં VIP...

અંતે ડાકોર ટેમ્પલ કમિટીને આવી સદબુદ્ધિ, આંદોલનની ચીમકી વચ્ચે ડાકોરના મંદિરમાં VIP દર્શનનો નિર્ણય પાછો ખેંચાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ડાકોર: Dakor Temple Controversy: ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં (Dakor Mandir) રણછોડરાયના દર્શન કરવા અંગે ડાકોર ટેમ્પલ સમિતિ દ્વારા એક વિવાદિત અને વિચિત્ર નિર્ણય કરવામાં આવ્યો હતો. છેલ્લા એક માસ જેટલા સમયથી ચાલી રહેલો દર્શન અંગેનો વિવાદ આંદોલન સુધી પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી. કરોડો ભક્તો માટે ડાકોરનું મંદિર VIP દર્શનના (VIP Darshan) નિર્ણયને લઈ ચર્ચામાં રહ્યું હતું, ત્યારે ડાકોર ટેમ્પલ સમિતિ દ્વારા VIP દર્શનનો ચાર્જ વસૂલવાનો નિર્ણય પરત ખેંચવાનો નિર્ણય કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.

પ્રાપ્ત માહતી મુજબ, થોડા સમય અગાઉ ડાકોરમાં આવેલા રણછોડરાયના મંદિરમાં VIP દર્શન માટે ભક્તોએ 500 રૂપિયા ચાર્જ ચૂકવવા પડશે તેવો નિર્ણય ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા કરવામાં આવ્યો હતો. ટેમ્પલ કમિટી દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, જે ભક્તોએ ભગવાનના નજીકથી દર્શન કરવા હશે તે ભક્તોએ 500 રૂપિયા ચાર ચૂકવવાનો રહેશે. તેમજ પુરૂષોએ મહિલાઓની લાઈનમાં રહી રણછોડરાયના દર્શન કરી શકે તે માટે 250 રૂપિયા ચાર્જ ચૂકવવાનો નિર્ણય પણ મંદિરની કમિટી દ્વારા લેવામાં આવ્યો હતો. કમિટીના આ વિચિત્ર અને વિવાદિત નિર્ણયને લઈને ભક્તજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ભગવાનના દર્શન કરવા માટે કોઈ ચાર્જ હોઈ શકે ખરો?

- Advertisement -

કમિટી દ્વારા નિર્ણય પરત ખેચવા મુદ્દે ઠાસરા તાલુકાના સરપંચ અને હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો તથા કમિટી દ્વારા VIP દર્શનના નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે ભક્તોના ભારે વિરોધ અને હિન્દૂ સંગઠનોની આંદોલનની ચીમકી વચ્ચે શુક્રવારે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા VIP દર્શનના નિર્ણયને સત્તાવાર રીતે પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. મંદિરની કમિટી દ્વારા VIP દર્શનનો નિર્ણય પરત ખેંચાતા ભક્તજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તથા ‘જય રણછોડ, માખણચોર’ જેવા જયઘોષ સાથે આ નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular