Monday, September 7, 2026
HomeGeneralCORONA UPDATE: દેશમાં 24 કલાકમાં નોંધાયા 2.47 લાખ કેસ, 380ના મોત

CORONA UPDATE: દેશમાં 24 કલાકમાં નોંધાયા 2.47 લાખ કેસ, 380ના મોત

- Advertisement -

નવજીવન નવીદિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં 27 ટકાનો ઉછાળો નોંધાયો છે. છેલ્લા એક દિવસમાં દેશમાં 2,47,417 નવા કોરોના કેસ નોંધાયા છે. બુધવારે દેશમાં કુલ 1,94,720 કેસ નોંધાયા હતા અને એક જ દિવસમાં આ આંકડો 2.5 લાખની નજીક પહોંચી ગયો છે. કેસ એટલી ઝડપથી વધી રહ્યા છે કે છેલ્લા 16 દિવસમાં કોરોનાના દૈનિક કેસ લગભગ 39 ગણા વધી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 380 દર્દીઓના મોત થયા છે.



ગુરુવારે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27,561 કેસ નોંધાયા છે અને 40 લોકોના મોત થયા છે. ગત 10 જૂન પછી એક દિવસમાં મૃત્યુનો આ સૌથી વધુ આંકડો છે. ભારતમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળાની વચ્ચે તેના નવા વેરિઅન્ટના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં ઓમિક્રોનના 620 નવા કેસ નોંધાયા છે. દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 5,488 થઈ ગઈ છે. અગાઉ બુધવારે 407, મંગળવારે 428 અને સોમવારે 410 નવા કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના કુલ સંક્રમિત દર્દીઓમાંથી 2,162 દર્દીઓ સાજા થયા છે.

દેશમાં કોરોના સંક્રમણની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. કેન્દ્રસરકાર અને રાજ્ય સરકારોની બેઠકો સતત ચાલી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે 4.30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રીઓની બેઠક પણ બોલાવી છે. આ બેઠકમાં દેશમાં કોરોના રોગચાળાને કારણે ઉભી થયેલી વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા થશે અને તેના ઉપાયો પર પણ ચર્ચા કરવામાં આવશે.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular