Tuesday, June 23, 2026
HomeGeneralઉત્તર પ્રદેશમાં રાજકીય ઉત્તરાયણ, 48 કલાકમાં ભાજપના 6 નેતાઓના પેચ કપાયા

ઉત્તર પ્રદેશમાં રાજકીય ઉત્તરાયણ, 48 કલાકમાં ભાજપના 6 નેતાઓના પેચ કપાયા

- Advertisement -

નવજીવન લખનઉ: ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ જતાં પક્ષપલટુ કરતાં નેતાઓ સક્રિય થયા છે. છેલ્લા બે દિવસમાં ઉત્તરપ્રદેશ ભાજપને મોટો ઝટકો પડ્યો છે. 48 કલાકમાં છ નેતાઓએ ભાજપનો છેડો ફાડી અન્ય પાર્ટીમાં જોડાયા છે.



ઉત્તરપ્રદેશની ચૂંટણીને લઈને ભાજપના નેતાઓની દિલ્લીમાં બેઠક ચાલી રહી હતી. તે દરમિયાન કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ યોગી સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમની સિવાય ભાજપના ધારાસભ્ય અવતારસિંહ ભડાનાએ પણ રાજીનામું આપવાનું એલાન કર્યું હતું.

ભાજપના તિંદવારીના ધારાસભ્ય બ્રિજેશ પ્રજાપતિ, તિલ્હારના ધારાસભ્ય રોશનલાલ વર્મા અને બિલ્હોરના ધારાસભ્ય ભગવતી સાગરએ મૌર્યના રાજીનામાં બાદ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો હતો. છેલ્લા 48 કલાકમાં રાજીનામું આપનાર છઠ્ઠા નેતા દારાસિંહ છે. ઉલેખનીય છે કે કોંગ્રેસના નેતા નરેશ સૈની અને સપાના નેતા હરિઓમ યાદવ ભાજપમાં શામિલ થયા છે.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular