Sunday, April 19, 2026
HomeGujaratવિરમગામમાં ફ્લિપકાર્ટના ફ્રી વાઉચરના નામે યુવક સાથે થયું લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ

વિરમગામમાં ફ્લિપકાર્ટના ફ્રી વાઉચરના નામે યુવક સાથે થયું લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ

- Advertisement -

નવજીનવ ન્યુઝ. વિરમગામ: આજના ડિજિટલ સમયમાં ઠગઓ પણ હવે ડિજિટલ બન્યા છે અને અવનવા કીમિયા અજમાવીને લોકો સાથે છેતરપિંડી આચારતા હોય છે, અવાર-નવાર પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે કે કોઈ પણ આજની વ્યક્તિને OTP કે પછી બેંકની જાણકારી આપવી નહીં, તેમ છતાં લોકો અલગ અલગ લાલચમાં આવી જાય છે અને આ બધી જાણકારી આપી દે છે અને પછી છેતરપિંડીનો ભોગ બને છે. આવી જ એક ઘટના વિરમગામમાંથી સામે આવી છે. જેમાં એક વ્યક્તિ સાથે ફ્લિપકાર્ટનું ફ્રી વાઉચર આપવાનું કહીને 99 હજારની છેતરપિંડી કરવામાં આવી છે. આ અંગે યુવકે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી ધર્મેશ પટેલ પોતે સાણંદ GIDCમાં નોકરી કરે છે, ગત તારીખ 1 એપ્રિલની બપોરે કોઈક અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારી વ્યક્તિએ પોતાની ઓળખ અરુણસિંહ તરીકે આપી હતી. તેણે ફોન કરીને જણાવ્યું હતું કે, તમારા એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડમાં એક સ્કીમ આવી છે. જેમાં તમને ફ્લિપકાર્ટનું ફ્રી વાઉચર આપવામાં આવશે. તેના માટે તમારા મોબાઇલમા એક OTP આવશે તે આપવો પડશે. ધર્મેશ આ ફોન કરવાવાળી વ્યક્તિની વાતોમાં આવી જતાં તેણે OTP આપી દીધો હતો.

- Advertisement -

આ ઘટના બાદ જ્યારે ક્રેડિટ કાર્ડનું બિલ આવ્યું ત્યારે 1,02,000 રૂપિયાનું બિલ હતું. આ બિલ જોઈને ધર્મેશ ચોંકી ઉઠ્યો હતો, કારણ કે તેણે તો ક્રેડિટ કાર્ડનો આટલો ઉપયોગ કર્યો જ ન હતો. ત્યાર બાદ ધર્મેશે બેંકમાં જઈને તપાસ કરતાં 95 હજાર અને 4 હજારના બે સંદિગ્ધ ટ્રાન્જેક્શન મળી આવ્યા હતા. જેના અનુસંધાને ધર્મેશે સાયબર ક્રાઇમ સેલના નંબર 1930 પર કોલ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે મળેલા નંબર પરથી ધર્મેશે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે છેતરપિંડી અને IT એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

સાયબર ફાર્ડની ધટના સદર્ભે વિરમગામ ટાઉન પોલીસ ઈન્સપેક્ટર ભગવાન જીલેરીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, હાલ ધટનાની તપાસ ચાલુ છે. અમે બેંકને જાણ કરી છે. વધુ વિગત આવ્યા બાદ પછી આગળની કાર્યવાહી થશે. હાલ ફરીયાદીની રકમ પરત આવી નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular