Monday, February 17, 2025
HomeGujaratહેં મને જામીન મળશે ? દેવાયત ખવડના કપરા દિવસોમાં સોશિયલ મીડિયા પર...

હેં મને જામીન મળશે ? દેવાયત ખવડના કપરા દિવસોમાં સોશિયલ મીડિયા પર રમૂજ શરૂ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં ડાયરા કલાકારો અને ડાયરાના રસીકોમાં દેવાયત ખવડનું ખુબ મોટું નામ છે. ત્યારે આવાર-નવાર ડાયરામાં એક એફઆઈઆર ફાટેને ડરી જાય અને જામીન શોધવા લાગે તેનાથી કંઈ ન થાય, આવી શેખી મારતા દેવાયત ખવડ(Devayat Khavad)રાજકોટમાં કાયદાના સકંજામાં ફસાયા છે. મયુરસિંહ નામના યુવક પર કથિત હુમલની ફરિયાદ નોંધાતા દેવાયત ખવડ 10 દિવસ ગાયબ જોવા મળ્યા હતા. બાદમાં આરોપી દેવાયતે આગોતરા જામીન માટે પણ અરજી કરી પણ સુનવણી ટળતા ગતરોજ શુક્રવારે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ સરેન્ડર કર્યું હતું. આ મામલે પોલીસે કોર્ટ સમક્ષ રિમાન્ડની માગણી કરી હતી અને કોર્ટે પોલીસની વાત ગ્રાહ્ય રાખતા સોમવારે 4 વાગ્યા સુધી દેવાયત ખવડ પોલીસ રિમાન્ડમાં રહેશે.

દેવાયત ખવડના રિમાન્ડના સમાચાર આવતા જ સોશિયલ મીડિયા બજાર ગરમ થઈ ગયું હતું. દેવાયત ખવડના ડાયરાના કેટલાક નિવેદનોને ટાંકી લોકો વિવિધ રમૂજ કરી રહ્યાં છે. જેમાં રાણો શાણો થઈ હાજર થઈ ગયો, રાણો હવે જામીન શોધશે, હેં… મને જામીન મળશે ? અને રાણો હવે જેલમાં ડાયરા કરશે જેવી અનેક રમૂજો જોવા મળે છે.

- Advertisement -

હાલ પોલીસ દેવાયત ખવડને સવાલ જવાબ કરી કેટલી માહિતી સામે લાવી શકે છે તે સમય જ કહેશે પરંતુ, દેવાયત ખવડ 10 દિવસ ફરાર ક્યાં રહ્યો અને કોણે તેમને આશરો આપ્યો આવી વિગતોની પણ પોલીસ તપાસ કરી શકે છે. સાથે જ મયુરસિંહ રાણા પર કથિત હુમલા સમયે ઉપયોગમાં લેવાયેલી સ્વિફ્ટ કાર તેમજ હથિયાર કબ્જે કરવા અને ઘટનાને અંજામ આપવાના આયોજન બાબતે પણ તાપસ થઈ શકે છે. જો પોલીસ દરેક પાસાની તપાસ કરે તો આરોપીઓની મુશ્કેલી વધી શકે છે તેમ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડ સહિતના આરોપીઓ પર આઈપીસીની કલમ 307 જેવી ગંભીર કલમ હેઠળ ગુનો નોંધાયો છે. તેમજ ક્ષત્રિય સંગઠનો પણ આ મામલે મયુરસિંહને ન્યાય મળે અને દેવાયત ખવડને કડક સજા થાય તે માટે સતત માગણી કરતા રહ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular