Sunday, April 19, 2026
HomeGujaratRajkotમોબાઈલમાં બિપરજોય વાવાઝોડાની લીંક આવે તો ચેતજો, સાયબર ગઠીયાઓની છે નવી ચાલ

મોબાઈલમાં બિપરજોય વાવાઝોડાની લીંક આવે તો ચેતજો, સાયબર ગઠીયાઓની છે નવી ચાલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ હાલ ગુજરાતમાં બિપજોયનું (Biparjoy Cyclone) સંકટ ઘેરાઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાવાઝોડાને લઈને અનેક સમાચારો અને વિગતો જોવા મળી રહી છે. તેવામાં આ તકનો લાભ ઊઠાવવા સાયબર ગઠિયાઓ પણ સક્રિય થયા છે. સાયબર ગઠિયાઓ (Cyber Crime) વાવાઝોડાને લઈને અવનવી લિંક (Fraud Link) મુંકાઈ રહી છે. આ લિંક પર ક્લિક કરતાં જ વાવાઝોડાની કોઈ વિગત તો નહીં મળે પણ તમારા બેન્ક એકાઉન્ટમાં જરૂરથી વાવાઝોડુ લાવી દેશે. સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડી પોલીસને ધ્યાને આવતા રાજકોટ પોલીસે (Rajkot Police) લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.

ગુજરાતમાં બિપરજોય વાવઝોડું વધુ ભયાનક બની રહ્યું છે. વાવાઝોડાની સતત અપડેટ સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે. જુદા-જુદા સામાચારના માધ્યમો અને તંત્ર પણ સોશિયલ મીડિયાના સહારે લોકો સુધી સંદેશો પહોંચાડી રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતીમાં પણ સાયબર ગઠિયાઓમાં લોકોને છેતરવાનું બંધ નથી કરી રહ્યા. જેને લઈ રાજકોટ પોલીસે જણાવ્યુ કે, વાવઝોડુંની દિશા જાણવા કોઈ અજાણી લિંક ઉપર ક્લિક કરવુ નહી, નહીતર વાવઝોડું તમારા બેન્ક એકાઉન્ટમાં ત્રાટકી નાણાં ઉપાડી જશે.

- Advertisement -

સાયબર ગઠિયાના નવી મોડસ ઓપરેન્ડીથી રાજકોટ પોલીસે લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે. રાજકોટ સહિત ગુજરાતના તમામ લોકો માટે આ મેસેજ મહત્વનો છે. કારણ કે આ સાયબર ફ્રોડથી ગુજરાતભરના લોકો બચી શકે તે માટે પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં અપીલ કરવામાં આવી છે. એક તરફ ગુજરાતમાં બિપરજોયનું સંકટ જોવા મળી રહ્યું છે. બિપરજોયના સંકટથી હજારો લોકોને પોતાનું ઘર મુકીને સ્થળાંતર કરવું પડ્યું છે. તેવામાં લોકોની મદદ કરવાના બદલે ગઠીયાઓએ પૈસા પડાવાનું શરૂ કર્યું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular