નવજીવન ન્યૂઝ. તાપીઃ તાજેતરમાં બિહારના ભાગલપુરમાં બ્રિજ તૂટવાની ઘટના સામે આવી હતી. ગંગા નદી પર નિર્માણ થઈ રહેલો બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો. ત્યારે બિહાર જેવી જ ઘટના ગુજરાતમાં પણ સામે આવી છે. ગુજરાતના તાપીમાં (Tapi) બ્રિજ તૂટવાની ( Bridge collapsed) ઘટના સામે આવી છે. બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલા જ બ્રિજ ધરાશાયી થયો છે. તાપીમાં બ્રિજ તૂટતા બ્રિજની કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર (corruption) થયો હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, તાપી જિલ્લાના મીંઢોળ નદી પર વ્યારના માયપુરા અને દેગામાં ગામને જોડતો બ્રિજ લોકાર્પણ પહેલા જ તૂટી ગયો છે. આજે વહેલી સવારે માયપુરા અને દેગામાં ગામને જોડતો બ્રિજ ધરાશાયી થયો છે. આ બનાવ વહેલી સવારે બન્યો હોવાથી કોઈ જાનહાનિ સામે આવી નથી. લોકાર્પણ પહેલા જ બ્રિજ ધરાશાયી થઈ જતાં સ્થાનિકો દ્વારા બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો લગાવી રહ્યા છે.
તાપીમાં મીંઢોળ નદી પર નિર્માણ થઈ રહેલો બ્રિજ ધરાશાયી થતાં 15 ગામોને અસર થઈ છે. આ બ્રિજ વર્ષ 2021માં બનાવાનું શરૂ કરવામાં આવ્યું હતું. વાલોડના માર્ગ મકાન વિભાગ દ્વારા અંદાજે 2 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. બ્રિજનું 95 ટકાથી વધારા કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું હતું. તેવામાં બ્રિજ ધરાશાયી થતાં ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. બ્રિજ બનાવા માટે કોન્ટ્રાક્ટરે નબળી ગુણવતાનું મટિરિલય વાપર્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. જોકે બ્રિજ કેમ તૂટી ગયો તે અંગે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરશે ત્યારબાદ જ સાચું કારણ બહાર આવી શકે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








