Tuesday, June 23, 2026
HomeBusinessઆઈસીઈ જુલાઈ ૨૦૨૫ રૂ વાયદો ૬ સપ્તાહના તળીએ ૬૪.૮૯ સેન્ટ

આઈસીઈ જુલાઈ ૨૦૨૫ રૂ વાયદો ૬ સપ્તાહના તળીએ ૬૪.૮૯ સેન્ટ

- Advertisement -

મહારાષ્ટ્રના રૂ પાકમાં મોટી પોલ: સીએઆઇ એ ૨૦૨૪-૨૫ના રૂ પાકના અનુમાન ઘટાડીને ૨૯૧.૩૦ લાખ ગાંસડી મૂકી

ભારતમાં નબળા પાકની ચિંતાઓ વચ્ચે સ્થાનિક બજારનો આંતરપ્રવાહ મજબુત

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ચીનની લઘુત્તમ રૂ માંગ વચ્ચે ફાનાન્સીયલ માર્કેટમાં પ્રસરેલી મંદીને લીધે, દબાણમાં આવેલા ભાવ સાથે અમેરિકન કૃષિ મંત્રાલયે સપ્તાહ દર સપ્તાહ નવા પાકની નિકાસ માંગ ૯ ટકા ઘટ્યાના આંકડા જાહેર કર્યા, અને અધૂરું હતું ત્યાં યુએસના મુખ્ય રૂ ઉત્પાદક રાજ્યમાં પાક માટે હકારાત્મક વાતાવરણના અહેવાલનો સરવાળો ન્યુયોર્ક કોટન વાયદામાં જોવાયો. વાયદો છેલ્લા ૮ સત્રમાંથી ૭મા ૨.૯૯ સેન્ટ ઘટ્યો હતો. સોમવારે આઈસીઈ જુલાઈ ૨૦૨૫ રૂ વાયદો ૬ સપ્તાહના તળીએ ૬૪.૮૯ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) જઈ બેઠો. મંગળવારે એશિયન બજારમાં ભાવ ૬૫.૪૩ સેન્ટ મુકાયા હતા.

ભારતમાં નબળા પાકની ચિંતાઓ વચ્ચે જાગતિક બજારમાં ભાવ ઘટ્યા હોવા છતાં, સ્થાનિક બજારનો આંતરપ્રવાહ મજબુત હતો. મહારાષ્ટ્રના રૂ પાકમાં મોટી પોલ આવતા કોટન એસોસીએશન ઓફ ઇન્ડીયા (સીએઆઇ) એ ૨૦૨૪-૨૫ના ભારતના રૂ પાકના અનુમાન, ૪ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) ઘટાડીને ૨૯૧.૩૦ લાખ ગાંસડી મૂકી હતી. સ્થાનિક બજારમાં સપ્લાય અછતનો માહોલ સર્જાતા વધ્યા ભાવે ટ્રેડરોએ નફો ગાંઠે બાંધતા ખાંડી (૩૫૬ કિલો) દીઠ ભાવ ઘટીને રૂ. ૫૪૧૬૦ બોલાયા હતા. તેજીવાળાઓએ વાયદા બજારમાં તેજીના ઓળિયા ઢીલા કરી નાખતા, ઉભા ઓળીયામાં ૨.૮૨ ટકાનું ગાબડું પડ્યું હતું.

- Advertisement -

વિશ્વના સૌથી મોટા આયાતકાર ચીનના જેન્ગ્જીયાહુ કોમોડીટી એક્સચેન્જ પર સપ્ટેમ્બર ૨૦૨૫ વાયદો ૨૫ યુઆન (૩.૪૮ ડોલર પ્રતિ ટન ઘટીને ૧૩,૩૯૦ યુઆન રહ્યો હતો. પાકિસ્તાનના સિંધ અને પંજાબમાં મણ (૩૭.૩૨૪૨ કિલોગ્રામ) દીઠ હાજર ભાવ, ગુણવત્તા અને ચુકવણીની શરતો અનુસાર પાક રૂ. ૧૬,૫૦૦થી ૧૭,૫૦૦ મુકાયા હતા. જાગતિક કૃષિ કોમોડીટી બજાર શિકાગોમાં સોયાબીન પ્રોત્સાહક હવામાન અને પુરવઠા સ્થિતિ પ્રવાહી બનવાના અનુમાન પર ભાવ બે ટકા ઘટ્યા હતા, જોકે ઘઉં અને મકાઈ ભાવ ઘટ્યા પછી સહેજ સુધાર્યા હતા. પરિણામે રૂ વાયદામાં ક્રોસ કોમોડીટી સપોર્ટ હટી ગયો હતો.

કોટન એસોસિયેશન ઓફ ઇન્ડીયા કહે છે ૨૯૨૪-૨૫મા રૂની અછતને ધ્યાનમાં લઈએ તો ભારતની રૂ આયાત, ગત મોસમની ૧૫.૨ લાખ ગાંસડીથી બમણી થઇ ૩૩ લાખ ગાંસડી થવાનો અંદાજ છે. માર્ચ અંત સુધીમાં ૨૫ લાખ ગાંસડી આયાત થઇ ચુકી છે. માર્ચ અંત સુધી ભારતમાં રૂ પુરવઠો ૩૦૬.૮૩ લાખ ગાંસડી ઠલવાયો હતો. માર્ચ વર્ષાન્તે ૧૨૭.૮૩ લાખ ગાંસડી પુરાંત હતી. રૂ નિકાસ ગતવર્ષની ૨૮.૩૬ લાખ ગાંસડી સામે ૧૬ લાખ ગાંસડી અંદાજીત છે. સપ્ટેમ્બર ૨૦૨૫ મોસમ અંતે ૨૩.૪૯ લાખ ગાંસડી સ્ટોકમાં રહેવાનું અનુમાન છે. અમેરિકન કૃષિ મંત્રાલયે ઓછા ઉત્પાદન અને વાપરાશના અંદાજ સાથે વર્ષાંત સ્ટોકમાં ૧ લાખ ગાંસડી ઉમેરીને ૫૦ લાખ ગાંસડી મુક્યો છે.

ભારતે પાંચ વર્ષ જુના બાંગ્લાદેશ સાથેના ટ્રાન્સ શિપમેન્ટ એક્સપોર્ટ કાર્ગોને ભારતીય એરપોર્ટ અને સી પોર્ટ પરથી ત્રીજા દેશ માટેની નિકાસ રવાનગીને પાંચ સપ્તાહ પહેલા પ્રતિબંધિત કર્યા પછી, હવે નવી દિલ્હીએ નવા નિયંત્રણો લાદ્યા છે. વાણીજ્ય મંત્રાલયથી પ્રાપ્ત નવા આંકડા કહે છે કે બાંગ્લાદેશ સાથેનો ભારતનો વાર્ષિક વેપાર ૧૩ અબજ ડોલરનો હતો, તેમાં બે અબજ ડોલરની આયાત થાય છે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular