અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરમાં ભડકો થય તો ભારતીય કૃષિ નિકાસનો લાભ રૂ પુરતો માર્યાદિત રહેશે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): આઈસીઈ રૂ મે ૨૦૨૫ વાયદો ગત સપ્તાહે સપ્ટેમ્બર ૨૦૨૦નુ તળિયું ૬૨.૫૨ સેન્ટ પ્રતિ પાઉન્ડનું (૪૫૪ ગ્રામ) બનાવી ૬૪.૯૮ સેન્ટ સુધી મજબૂતી પ્રાપ્ત કરી હતી. હાજર રૂનો (Cotton) ભાવ વેગથી ઘટી ૬૧.૨૪ સેન્ટ મુકાયો હતો. ચીનનાં જેન્ગ્જુઓહું કોમોડીટી એક્સચેન્જ પર પણ ભાવ દબાણ હેઠળ રહ્યા હતા, મે વાયદો ટન દીઠ ૬૫ યુઆન (૯.૦૬ ડોલર) ઘટી ૧૩૫૨૦ યુઆન મુકાયો હતો. કોટલુક એ ઇન્ડેક્સ ઘટીને ૭૫.૪૫ રહ્યો હતો.
મે સહિતના તમામ રૂ વાયદા સપ્તાહને આરંભે નબળા હતા તે તમામ, મંદીવાળાની નફારૂપી વેચાણ કાપણી થકી ગ્રીન ઝોનમાં પ્રવેસી ગયા હતા. મે સિવાયના તમામ વાયદા ૩થી ૩૯ સેન્ટ સુધી ઉંચકાયા હતા. એક શક્યતા એવી દાખવાતી હતી કે અમેરિકન અર્થતંત્ર નબળું પડી રહ્યું છે. અમેરિકા અને અન્ય શેરબજારો શુક્રવારે સાંકડી વધઘટ સાથે, નજીવા સુધારા સાથે બંધ રહ્યા હતા. અમેરિકા અને અન્ય આગેવાન દેશો સાથે ટ્રેડ ટેરીફ બાબતે સમાધાનકારી વલણ અપનાવાઈ રહ્યાના આશાવાદે બજારમાં ચિંતાઓ હળવી થઇ હતી. અમેરિકન સર્વિસ ડેટા પણ બજારને ટેકારૂપ જણાતા હતા.
એક તરફ જગતભરમાં વેપાર બાબતે વધી રહેલી ચિંતાઓ વચ્ચે નાયમેકસ ક્રુડ ઓઈલ વાયદો ત્રણ મહિનાના તળિયે બેસી જતા, રૂ વાયદામાં ધરખમ વેચવાલીનું દબાણ ઓછું થયું હતું. પરિણામે પોલીયેસ્ટર યાર્ન પ્રભાવિત થઇ વધુ સસ્તું થયું હતું. રૂ બજાર બહારના મુદ્દા પણ સતત પ્રભાવ પાડતા રહ્યા હતા, ખાસ કરીને ડબલ્યુટીઆઈ ક્રુડ ઓઈલ વાયદો ૬૬.૧૨ ડોલર સુધી શુક્રવારે ઇન્ટ્રાડેમાં ઘટ્યો હતો. ઓપેક પ્લસ દેશોએ એપ્રિલથી ઉત્પાદન વધારવાનો નિર્ણય લેતા બ્રેન્ટ ક્રુડ ઓઈલ વાયદો ૬૯.૩૦ ડોલર સુધી ઘટ્યો હતો. અમેરિકન ડોલર ઇન્ડેક્સ પણ ઘટીને ૧૦૩.૯૧ પોઈન્ટ થયો હતો.
જો બીજા તબક્કામાં પણ વેપાર ચિંતાઓનું દબાણ વધશે તો, એનાલિસ્ટો કહે છે કે ઘણા બધા વર્ષોનો ૬૬ સેન્ટનો સપોર્ટ તૂટી ગયો હોવાથી ભાવને નવા દબાણનો સામનો કરવાનો આવશે. ગત સપ્તાહે વેગથી ઘટેલા રૂ વાયદાના ભાવો બોટમ આઉટ થયા છે. નબળો ડોલર, વિદેશી ગ્રાહકોને વાજબી અને સસ્તા ભાવનું રૂ ખરીદવાની તકો પૂરી પાડશે. જકાત, ફુગાવો અને આર્થિક અનિશ્ચિતતાઓની ચિંતાઓ વચ્ચે અમેરિકન ડોલર નબળો પડ્યો છે. અલબત્ત, ઘટેલા ક્રુડ ઓઈલ ભાવે કોટન યાર્નની તુલનાએ પોલીયેસ્ટર સસ્તું પડવાથી, રૂ વાયદાને ઝડપથી ઉપર જતા રોકી દીધો છે.
રૂ બજારના ટ્રેડરોનું કહેવું છે કે જો અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરમાં ભડકો થશે તો, શક્ય છે કે ભારતીય કૃષિ નિકાસનો લાભ, રૂ નિકાસ સુધી જ માર્યાદિત રહેશે. આથી વિપરીત સ્થિતિ તો એ થવાની છે કે ભારતની આયાત જકાતમાં, અમેરિકાની તરફેણ થશે તો અમેરિકાથી નિકાસ થતી પુરાંત જે ચીન માટે અનામત રાખી મુકવામાં આવી છે તે ભારતમાં ઠલવાશે, પણ અન્ય ભારતીય કૃષિ પેદાશોને મોટું નુકશાન કરી શકે છે. જો ટ્રમ્પ ચીન પર ૧૦ ટકા વધારાની આયાત જકાત નાખશે તો, વળતા હુમલામાં ચીન અમેરિકન રૂ આયાત પર ૧૫ ટકા આયાત જકાત નાખશે.
જો ચીન નિકાસ જકાત સંદર્ભે વળતો હુમલો કરશે તો ભારતના વસ્ત્રો, કાપડ, અને યાર્નની નિકાસ માગને પ્રોત્સાહન મળશે. ભારતીય વસ્ત્ર ઉદ્યોગ માને છે કે ભારતમાં ઉચ્ચ દરજ્જાના રૂની સસ્તી આયાત વધવાથી ચીન સાથેની નિકાસ સ્પર્ધામાં, ભારતીય નિકાસની સ્પર્ધાત્મકતા પણ વધશે. ઉદ્યોગ સુત્રોનું માનવું છે કે આને લીધે યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં ભારતનો નિકાસ હિસ્સો વધી શકે છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796