વાયરલ વિડીયો: છેલ્લા કેટલાક દિવસથી શાહરૂખ ખાનના પઠાણ ફિલ્મના બેશરમ રંગ ગીત (Besharam Rang Song)ને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં ગીતમાં દિપીકાની બિકીની (Deepika Padukone)નો રંગ છે. પરંતુ આ તમામ ગરમા-ગરમી વચ્ચે કેટલાક યુવાનોનો એક બેશરમ રંગ ગીત પર ડાન્સનો વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયો (Viral Video) તમામ ગરમા-ગરમી પર ઠંડુ પાણી રેડી મોજ કરાવી દે તેવો હોય લોકોને મોજ પડી રહી છે.
શાહરૂખ ખાનના ફિલ્મ પઠાણ (Pathaan Movie)ના ગીત બેશરમ રંગમાં દિપીકા પાદુકોણની ઓરેન્જ બિકીનીનો રંગ વિવાદમાં ઘેરાયો છે. આ મામલે કેટલાક કલાકારો અને સાધુઓ સહિતના હિંદૂ સંગઠનો વિરોધના સુર રેલાવી રહ્યાં છે. ત્યારે હાલ સોશિયલ મિડીયા પર વાયરલ થઈ રહેલો યુવકોનો વિડીયો મનોરંજનને ખરેખર મનોરંજક રીતે પીરસી રહ્યા છે. આ વિડીયો કોઈ પણ જૂએ હસીને લોટપોટ થઈ જાય તેની ગેરેંટી છે.
આ વાયરલ વિડીયોમાં બેશરમ રંગ કે પઠાણ ફિલ્મનું ગીત છે તેનું મ્યુઝિક છે. પરંતુ અદાકારા દિપીકા પાદુકોણની જેમ અદાઓ અને મોહક દ્રશ્યો યુવકો આપવા પ્રયાસ કરતા જણાય છે. આ યુવકોનો વિડીયો જોઈ લોકોમાં રમૂજ ફેલાઈ છે. આ યુવકોએ દિપીકાના આંતરવસ્ત્રો સહિતના વસ્રોની પણ નકલ કરવા પ્રયાસ કર્યો તે પણ જોઈ શકાય છે.
સાથે જ લોકો આ યુવકોના આ પ્રયત્નને મનોરંજનની દ્રષ્ટીએ જોઈ અગાઉની ગરમા-ગરમી ભરી વાતો ભૂલવા લાગ્યા હોય તેવી રમૂજી કોમન્ટ કરતા જોવા મળે છે. સાથે જ ટ્વિટર પર વિડીયો શેર કરીને કેપ્શન આપવામાં આવ્યું છે કે, બેશરમ રંગનુ એક નવુ વર્ઝન રીલીઝ કરવામાં આવ્યું છે. કારણકે કોઈના સેન્ટીમેન્ટ્સને દુ:ખ ના પહોંચે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796