Thursday, June 25, 2026
HomeGujaratઅમદાવાદઃ રેસ્ટોરાંમાં બનાવી દીધું હતું હુક્કાબાર, સ્ટેટ મોનિટરિંગની ટીમે 2 મહિલાઓ સહિત...

અમદાવાદઃ રેસ્ટોરાંમાં બનાવી દીધું હતું હુક્કાબાર, સ્ટેટ મોનિટરિંગની ટીમે 2 મહિલાઓ સહિત 20થી વધુને ઝડપ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદના એલીસબ્રીજ નજીક આવેલી ગુજરાત કોલેજ રોડ પર ઓલ્ડ ટીસીસ લોજ એન્ડ રેસ્ટોરાંના નામથી ચાલતી રેસ્ટોરાંમાં હુક્કા બાર ચલાવાતો હોવાની સ્ટેટમોનિટરિંગ સેલને જાણકારી મળી. પોલીસે આ જાણકારીને આધારે તપાસ કરી તે માહિતીને આધારે ત્યાં રેડ કરતાં પોલીસ પહોંચી ત્યારે 2 મહિલાઓ સહિત 20 લોકો ત્યાં હુક્કાબારમાં હાજર હતા તે ઉપરાંત પોલીસે હુક્કા માલિક અને જવાબદારોની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી એલીસબ્રીજ પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલના નાયબ પોલીસ અધિક્ષક કે ટી કામરિયાના માર્ગદર્શન હેઠળની ટીમને બાતમી મળી કે અમદાવાદના એલીસબ્રીજ વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજ રોડ પર ઓલ્ડ ટીસીસ લોજ એન્જ રેસ્ટોરાંમાં હુક્કાબાર ચલાવાય છે. ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલની જવાબદારી હાલ નિર્લિપ્ત રાય અને નીરજા ગોટરું સંભાળી રહ્યા છે ત્યારે તેમની સૂચનાને પગલે એસએમસી સતત આ પ્રકારની વિવિધ રેડ કરી કાર્યવાહી કરી રહી છે. એસએમસીએ જ્યારે અહીં રેડ કરી ત્યારે જાણવા મળ્યું કે અહીં ઘણા ગ્રાહકો હુક્કાબારમાં બેસી હુક્કો પી રહ્યા હતા. હુક્કામાં હર્બલ ફ્લેવરમાં ગેરકાયદે રીતે નિકોટીન યુક્ત ફ્લેવર એડ કરવામાં આવતી હતી.

- Advertisement -

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને માલિક પથિક ભુપેન્દ્ર શાહ (રહે. દીપ એપાર્ટ મેન્ટ, વાસણા, અમદાવાદ), મેનેજર કેયુર ધર્મેન્દ્ર ગાંધી (નવનીત ભવન, બહેરામપુરા) અને હુક્કાબારમાં હુક્કાની સર્વિસ વગેરે કામ માટે રાખવામાં આવેલા 12 મજુરો, હુક્કો પીવા બેસેલી બે મહિલાઓ સહિત કુલ 20 વ્યક્તિઓ તેમજ 9 ટેબલ પર પડેલા 13 હુક્કાઓ સહિત ઘણું બધું હાથ લાગ્યું હતું. એસએમસીએ આ મુદ્દામાલ ઉપરાંત, ફ્લેવરની ચલમ, સીસીટીવીની ડીવીઆરની હાર્ડડીસ્ક, રજીસ્ટર, ફુડ એન્ડ ડ્રગ્સનું લાયસન્સ, જીએસટી લેટરની ઝેરોક્ષ, વગેરે જપ્ત કર્યું હતું. આરોપીઓને બાદમાં એલીસબ્રીજ પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા. પોલીસે આ સંદર્ભે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular