Friday, December 1, 2023
HomeGujaratકોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવાના સંદેશ સાથે ગુજરાત યુથ કોંગ્રેસ કરશે બે યાત્રા:...

કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવાના સંદેશ સાથે ગુજરાત યુથ કોંગ્રેસ કરશે બે યાત્રા: યુવાનોને આકર્ષવાનો પ્લાન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ગુજરાતમાં આ વર્ષે ત્રીપાંખિયો જંગ થાય થશે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જેમાં વર્ષોથી સત્તા ભોગવી રહેલી ભાજપ, ગુજરાતનાં રાજકારણમાં વર્ષોથી સત્તાની આશા સાથે લડતી કોંગ્રેસ અને નવી આવેલી આમ આદમી પાર્ટી પોતાની પૂરી ક્ષમતા સાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા ઘણા જન સંવાદના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત બાદ યૂથ કોંગ્રેસ પણ હવે મેદાને ઉતર્યું છે.

આજે અમદાવાદ સ્થિત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત યૂથ કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં યુવાનોને કોંગ્રેસ તરફ આકર્ષિત કરવા માટે યૂથ કોંગ્રેસ આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં 2 યાત્રા કરવા જઈ રહ્યું છે, જેમાં ગુજરાત વિધાસભ્યની લગભગ 75 જેટલી બેઠાકોને આવરી લેવામાં આવશે.

- Advertisement -

ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, “રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે ગુજરાતની જનતાને તેમના દ્વારા કેટલાક મહત્વપૂર્ણ વચનો આપવામાં આવ્યા હતા. ત્યારે હવે ગુજરાતના યુવાનોને જાગૃત કરવા માટે યુથ કોંગ્રેસે બે યાત્રાનું આયોજન કર્યું છે. આ બંને યાત્રામાં વિધાનસભાની 75 બેઠક કવર કરવામાં આવશે. યુથ કોંગ્રેસ દ્વારા યુવાનોને લઈને અપાયેલા વચનો દરેક યુવાનો સુધી પહોંચાડવામાં આવશે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આગામી વિધાનસભાની ચૂંટણી બાદ જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો પ્રથમ કેબિનેટની બેઠકમાં ગુજરાતના બેરોજગાર યુવકોને દર મહિને 3 હજારનું ભથ્થુ આપવામાં નિર્ણય લેવામાં આવશે અને નોકરીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિને નાબૂદ કરવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસ આવનારા સમયમાં 10 લાખ નોકરી આપવામાં આવશે. આ વચનને લઈને યુથ કોંગ્રેસ પરિવર્તન યાત્રા ગુજરાતભરમાં યોજાવા જઈ રહ્યું છે.”

અત્રે ઉલ્લેખનીય છે કે સ્પષ્ટ રીતે જોઈ શકે છે કે કોંગ્રેસે મેદાનમાં આવવા માટે મોડું કરી દીધું છે, કારણ કે ગુજરાત કોંગ્રેસ જનતાને જે વચનો આપી રહી છે, તે જ વચનો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ઘણા સમય અગાઉ જ આપી ચૂક્યા છે અને સતત તેમણે ગુજરાત મુલાકાત કરીને ગુજરાતની જનતા સાથે સંવાદ કરી રહ્યા છે. આમ આગામી ચૂંટણી ત્રણ પક્ષો વચ્ચે નહીં પણ વિપક્ષના પદ માટે આપ અને કોંગ્રેસ વચ્ચે થઈ રહી હોય તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular