Friday, July 24, 2026
HomeGeneralહિંમતનગર-ખંભાતમાં રામ નવમીની શોભાયાત્રામાં પથ્થરમારાને પગલે ગૃહ રાજ્યમંત્રીએ હાઈલેવલ બેઠક બોલાવી

હિંમતનગર-ખંભાતમાં રામ નવમીની શોભાયાત્રામાં પથ્થરમારાને પગલે ગૃહ રાજ્યમંત્રીએ હાઈલેવલ બેઠક બોલાવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં રામનવમીના દિવસે હિંમતનગર અને આણંદમાં થયેલી હિંસાને લઈને ગાંધીનગરમાં મોડીરાત્રે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમણે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.



હિંમતનગર અને આણંદના ખંભાતમાં બનેલી હિંસાના બનાવ પગલે મોડીરાત્રે ગાંધીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડીજીપી આશિષ ભાટિયા, આઇબીના ચોગ અનુપમ ગેહલોત, લો એન્ડ ઓર્ડર ચીફ સાથે સ્વર્ણિમ સંકુલ ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં હિંમતનગર અને આણંદથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. આ બેઠક 1 કલાક જેટલી ચાલેલી જેમાં હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ પાસેથી આ બનાવ કઈ રીતે બન્યા, બંદોબસ્ત કઇ રીતનો હતો અને આગળ આ પ્રકારની ઘટના ન બને તે માટે શું આયોજન છે તે અંગે ચર્ચા કરી હતી.

હાલ બનાવની બંને જગ્યા પર આરએએફ, એસઆરપીએફ સહિતની જે જરૂર હોય તે પહોંચાડવામાં આવશે. કેટલાક આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં બીજા આરોપીઓને પણ રાઉન્ડઅપ કરવામાં આવશે. આ ઉપરાંત ગૃહમંત્રી અને ગુજરાત પોલીસ વડા સહિત તમામ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. ડીજીપી આશિષ ભાટિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતું કે, હિંમતનગરમાં રાયોટિંગનો ગુનો દાખલ કરી કેટલાક લોકોને રાઉન્ડઅપ કર્યા છે. ખંભાતમાં પણ રાયોટિંગનો અને હત્યાનો ગુનો દાખલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હિંમતનગરમાં 2 RAF અને 4 SRPની ટુકડી બનાવ સ્થળ ઉપર તહેનાત કરવામાં આવી છે. ઉપરાંત રેન્જ આઇ જી, ડી આઇ જી અને એસપી કક્ષાના અધિકારીઓના સુપર વિઝન હેઠળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખંભાતમાં એક વ્યક્તિનું મોત થયું છે.



આણંદના ખંભાત શક્કરપુરમાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારાનાં વિરોધમાં આજે ખંભાત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. પથ્થરમારાના બનાવમાં DYSP, ત્રણ જેટલા પોલીસકર્મી, 1 યુવક અને ત્રણ મહિલાને ઈજા થઈ છે. ઉપરાંત 7 લારી અને 3 દુકાનોમાં આગ લાગી હતી. હિંમતનગરમાં છાપરિયામાં રામ નવમીની શોભાયાત્રામાં પથ્થરમારાના બનાવ બાદ અરવલ્લી અને મહેસાણાની પોલીસ બોલાવામાં આવી સાથે જ SRPની એક ટુકડી તૈનાત કરાઈ છે. પથ્થરમારાના બનાવમાં એસપી સહિત 8થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા છે. પોલીસીન 4 ગાડીને નુકસાન થયું છે. 10થી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે, કારના શો રૂમમાં પણ આગ લગાવાઈ હતી. 4થી 5 દુકાનોમાં આગચાંપીને તોડફોડ કરવામાં આવી હતી.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular