નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં શિક્ષણને મુદ્દે છેલ્લા કેટલાક દિવસો થી રાજકારણ ગરમાઈ રહ્યું છે. તેવામાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના નિવેદન બાદ વિપક્ષ પાર્ટીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેવામાં આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે આવ્યા છે તે દરમિયાન સરકારી શાળાઓની મુલાકાત લેવાના છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા આજે સવારે આઠ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતાં. એરપોર્ટથી તેઓ ભાવનગર જવા માટે રવાના થયાં હતાં. મનિષ સિસોદિયા ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આવેલી શાળાઓ અંગે માહિતી મેળવશે. અમદાવાદ એરપોર્ટ પર મનીષ સિસોદિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આજે હું ગુજરાતની મુલાકાતે આવ્યો છું ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે મને ગુજરાતની શાળાઓ જોવાની ઉત્સુકતા છે કે ભાજપે સરકારી સ્કૂલોમાં કેટલો બદલાવ કર્યો અને સુધારો કર્યો. હું સ્કૂલોની મુલાકાત લેવા આવ્યો છું.
મનિષ સિસોદિયાની સાથે આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા તેમજ પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી ભાવનગર જશે. તેઓ અમદાવાદથી રોડ માર્ગે ભાવનગર જવા રવાના થશે. નીષ સિસોદિયા રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તાર ભાવનગરની જ સરકારી શાળાઓની મુલાકાત લેશે અને તેની પરિસ્થિતિ અંગે લોકોને માહિતી આપશે. જો કે ભાવનગરમાં કઈ શાળાઓમાં તેઓ જશે તેની માહિતી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી નથી.
आज मैं Gujarat के Government Schools में BJP ने 27 साल में क्या काम किए हैं, उसे देखने और समझने आया हूं।
Delhi में Kejriwal जी ने 5 साल में सरकारी स्कूलों का कायापलट कर दिया, यहा तो भाजपा 27 साल से शासन में है।
– Dy. CM @msisodia pic.twitter.com/fF08T8b7hM
— AAP (@AamAadmiParty) April 11, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











