Sunday, April 19, 2026
HomeGeneralHero મોટરકોર્પના હેડ પવન મુંજાલના ઠેકાણાંઓ પર IT રેડ

Hero મોટરકોર્પના હેડ પવન મુંજાલના ઠેકાણાંઓ પર IT રેડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બુધવારે હીરો મોટોકોર્પના ચેરમેન અને એમડી પવન મુંજાલના કેટલાક ઠેકાણાંઓ પર રેડ પાડવામાં આવી છે. કહેવાઈ રહ્યું છે કે તેમના આવાસ અને ગુડગાંવ સ્થિત ઓફિસ પર સવારથી જ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

મુંજાલના સામે આરોપ છે કે તેમણે પોતાના ખાતાઓમાં બોગસ ખર્ચ બતાવ્યા છે. ઈન્કમ ટેક્સ વિભાગ તેને લઈને સવારથી જ રેડ કરી રહ્યું છે. કહેવાઈ રહ્યું છે કે આઈટીની ટીમને જે શંકાસ્પદ ખર્ચ મળ્યા છે, તેમાં કેટલાક ઈનહાઉસ કંપનીઓના પણ છે. માનવામાં આવી રહ્યું છે કે આ રેડ હજુ આગળ પણ ચાલુ રહેવાની છે. પવન મુંજાલના ઘર અને ઓફીસ ઉપરાંત કંપનીઓના કેટલાક અન્ય મોટા અધિકારીઓથી જોડાયેલા પરિસરો પર પણ એક સાથે રેડ ચાલી રહી છે.

- Advertisement -



જોકે હાલ તો હીરો મોટોકોર્પે અને ન કે આઈટી વિભાગે આ અંગેની સત્તાવાર કોઈ અન્ય માહીતી આપી છે. આ જાણકારી સામે આવતા જ હીરો મોટોકોર્પના શેરમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે. રેડની વાત સામે આવવાથી પહેલા બીએસઈ પર હીરો મોટોકોર્પનો શેર ફાયદામાં ટ્રેન્ડ કરી રહ્યો હતો જેવી જ આની જાણકારી બહાર આવી, સ્ટોકમાં ઝડપી ઘટાડો થયો છે. સવારે 10.30 વાગ્યા સુધી હીરો મોટો કોર્પનો શેર અંદાજે 2 ટકા સુધી પડ્યો હતો.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular