નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Gujarat Monsoon 2023: ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી (Varsad ni Agahi) કરવામાં આવી છે. ત્યારે ગઈકાલથી જ સૌરાષ્ટ્રના (Saurashtra) કેટાલક વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતી જોવા મળી છે. જ્યારે ગુજરાતમાં 24 કલાકમાં કુલ 176 તાલુકામાં સીઝનનો કુલ 53 ટકા વરસાદ વરસી ગયો છે. 50થી વધુ તાલુકામાં 1થી 22 ઈંચ વરસાદ વરસ્યો છે. ગુજરાતના 11 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેના કારણે જળાશયોનું સરેરાશ જળસ્તર 53.43 ટકા પર પહોંચ્યું છે. જ્યારે 43 જળાશયો એલર્ટ છે.
રાજકોટના ધોરાજીમાં ગઈકાલથી આભ ફાટ્યું હોય તેવી પરિસ્થીતી સર્જાયાઈ છે. જેના કારણે મુખ્ય રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. રસ્તા પર રહેલા વાહનો પાણીમાં તરતા જોવા મળ્યા હતા. બીજી બાજુ ભારે વરસાદના કારણે ભાદર નદીમાં પાણીની આવક થતાં મોજ ડેમના 3 દરવાજા 3 ફુટ ખોલી દેવામાં આવ્યા હતા, ભાદર બે ડેમના પાંચ દરવાજા બે ફુટ ખોલવામાં આવ્યા છે, સાથે જ નિચાળ વાળા વિસ્તારમાં લોકોને સુચના પણ આપવામાં આવી હતી. ગઈકાલથી ધોરાજીમાં 10 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે. જેના કારણે ધોરાજીમાં જળબંબાકાર જેવી સ્થિતી જોવા મળી છે.
ગીરસોમનાથ જિલ્લામાં પણ ગઈકાલથી મેધરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. ભારે વરસાદના કારણે તલાળા નજીક આવેલો હિરણ-2 ડેમ ઓવરફ્લો થયો છે. હિરણ-2 ડેમના તમામ 7 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જ્યારે હિરણ ડેમના 5 દરવાજા 2 ફુટ અને 2 દરવાજા 1 ફુટ ખોલી દેવામાં આવ્યા છે. હિરણ ડેમના દરવાજા ખોલી દેવામાં આવતા હિરણ નદી બે કાંઠે વહેવા લાગી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે વેરાવળ-કોડીનાર હાઈવે પર પાણી ફરી વળ્યું છે. હાઈવે પાણીમાં ગરકાવ થતાં હાઈવે બંધ થયો છે. હાઈવે પર ધણા વાહનચાલકો અટવાયા છે. જેથી વધુ વાહનચાલકો ન અટવાય તે માટે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. ગીર-સોમનાથના સૂત્રાપાડા અને વેરાવળમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. સુત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 22 ઈંચ વરસાદ ખાબક્યો છે અને વેરાવળમાં 19 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે તાલાળામાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાલાળામાં નદીની જળ સપાટી ઊંચી આવી જતાં રસ્તા પર મગરો પણ જોવા મળ્યા હતા. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
૪. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા (કિંમત રૂ. ૫૦૦)
૫. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમત રૂ. ૩૦૦)
૬. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા (કિંમત રૂ. ૩૦૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.








