Monday, February 17, 2025
HomeGeneralહેડક્લાર્ક પેપર લીક કૌભાંડ : હિમંતનગર કાંણીયોલ ગામના પિતા-પુત્રની ધરપકડ, સમગ્ર કૌભાંડમાં...

હેડક્લાર્ક પેપર લીક કૌભાંડ : હિમંતનગર કાંણીયોલ ગામના પિતા-પુત્રની ધરપકડ, સમગ્ર કૌભાંડમાં 30 જેટલા આરોપીને ઝડપી લીધા

- Advertisement -

નવજીવન.સાબરકાંઠા : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયાલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર કૌભાંડ મામલે સાબરકાંઠા એલસીબીએ મુખ્ય સૂત્રધાર જયેશ પટેલને ઝડપી લીધા પછી સતત દરરોજ નવા-નવા આરોપીઓની સંડોવણી બહાર આવી રહી છે. હેડક્લાર્ક પેપરલીક કૌભાંડમાં અત્યાર સુધી 86 લાખથી વધુની રોકડ રકમ આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવી છે ત્યારે બે દિવસ અગાઉ ધાનેરામાંથી એક અને હિંમતનગર, ઇડરના ચાર મળી કુલ પાંચ આરોપીની ધરપકડ કર્યા પછી એલસીબી પોલીસે હિંમતનગર નજીક આવેલા કાંણીયોલ ગામના પિતા-પુત્રની ધરપકડ કરતા ભારે ચકચાર મચી છે. એલસીબી પોલીસે ઝડપી લીધેલ પિતા-પુત્રને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથધરી છે. અત્યાર સુધી સાબરકાંઠા પોલીસે ૩૦ જેટલા આરોપીઓને ઝડપી લીધા છે અને પોલીસ વધુ શકમંદ લોકોને ઝડપી પાડવા મથી રહી છે.

- Advertisement -



પેપર લીક પ્રકરણમાં વધુ એક પિતા-પુત્રની સંડોવણી

પેપર લીક પ્રકરણમાં વધુ એક પિતા-પુત્રની સંડોવણી બહાર આવી છે. તપાસ દરમિયાન પેપર લીક પ્રકરણમાં હિંમતનગરના કાંણીયોલ ગામના રવિકુમાર વિજયભાઈ પટેલ અને તેના પિતા વિજયભાઈ મગનભાઈ પટેલની સંડોવણી બહાર આવતાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.અને પ્રાંતિજ કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પુત્રને સરકારી નોકરીના મોહમાં ગેરકાયદેસર રીતે નોકરી મેળવવા જતા ત્રણથી વધુ પિતા-પુત્રની જોડીએ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. અગાઉ હિંમતનગરના આકોદરા ગામના પ્રકાશભાઈ ડાહ્યાભાઈ પટેલ અને તેમના પુત્ર ધિમંત પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

- Advertisement -

હેડક્લાર્ક પેપર લીક કૌભાંડમાં પોલીસની કામગીરી પર એક નજર

પ્રાંતિજના ઉંછા ફોર્મ હાઉસથી પેપર લીક મામલે અત્યાર સુધીમાંજિલ્લા પોલીસ તથા સ્થાનિક પોલિસ દ્રારા ૨૩ લોકોની અટકાયત કરવામા આવી હતી. જેમા જયેશભાઇ ઇશ્વરભાઇ પટેલ, કુલદિપકુમાર નલીનભાઇ પટેલ,ધુવ ભરતભાઇ બારોટ, મહેશકુમાર કમલેશભાઇ પટેલ, ચિંતન પ્રવિણભાઇ પટેલ, દર્શન કિરીટકુમાર વ્યાસ, સુરેશ રમણભાઇ પટેલ, જશવંતભાઇ હરગોવનભાઇ પટેલ, મહેન્દ્રભાઇ એસ પટેલ, રીતેશકુમાર ઉર્ફે ચકો ભીખાભાઈ પ્રજાપતિ, રોનક મુકેશભાઈ સાધુ, દાંનાભાઈ ઉર્ફે કાનાભાઈ ખોડાભાઈ ડાંગર ૧૨ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા આજે પ્રાંતિજ કોર્ટમાં વધુ રિમાન્ડની માંગ સાથે જિલ્લા પોલીસ તથા સ્થાનિક પોલીસ દ્રારા હાજર કરવામા આવ્યા હતા. જેમા પ્રાંતિજ કોટમાંસરકારી વકીલ તથા આરોપીઓના વકીલો દ્રારા સામ-સામે દલીલો બાદ કોર્ટ દ્રારા આજે ૧૨ આરોપીઓનેના રિમાન્ડ ના મજુર કર્યા હતા બાદમાં આ ૧૨ આરોપીઓને હિંમતનગર સબ જેલ ખાતે મોકલી આપવામા આવ્યા હતા. ૧૨ આરોપીઓના જામીન માટે અરજી કરવામા આવી છે. પોલીસ દ્રારા વધુ પાંચ આરોપીઓને પ્રાંતિજ અને ઇડર થી ઝડપી પાડયા હતા જેમા મુખ્ય આરોપી જયેશ પટેલનો ભાઇ સંજય પટેલને ધાનેરા ખાતેથી ઝડપી પાડયો હતો અને અન્ય ચાર અક્ષય પટેલ, વિપુલ પટેલ, પ્રકાશ પટેલ, ધીમેન પટેલની ધરપકડ કરવામા આવી હતી. મુખ્ય આરોપી જયેશ પટેલના ભાઈ સંજય પટેલ પાસેથી રુ ર,૮૬,પ૦૦ની રોકડ રકમ પોલીસે જપ્ત કરી છે જ્યારે પાંચ આરોપીઓના રિમાન્ડ નામંજૂર થતા જેલ હવાલે કરાયા છે. પોલીસ દ્રારા કુલ અત્યાર સુધીમાં પેપર લીક મામલે ૨૮ જેટલા આરોપીઓની ધરપકડ કરવામા આવી છે.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular