નવજીવન.મોડાસા : મોડાસા તાલુકાના ચારણવાડા ગામના અનુસૂચિત જાતિના લોકોને મર્યા પછી પણ મુશ્કેલી પડી રહી છે. ગામમાં આવેલા સ્મશાનગૃહ નો ઉપયોગ અનુસૂચિત જાતિના લોકો કરી શકતા ન હોવાથી અલગ સ્મશાનગૃહ બનાવી આપવા જિલ્લા કલેકટરને રજુવાત કરવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા ચારણવાડા ગામમાં આઝાદીના દાયકાઓ પછી પણ અનુસૂચિત જાતિના લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. જીવતાજીવ મુશ્કેલીઓ વેઠી મરણ પામતા મૃતકો ને સ્મશાનની સુવિધા પણ ન મળતા મૃતક ની પાછળ સમગ્ર સમાજ અને પરિવાર જનો ને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ચારણવાડા ગામમાં અનુસૂચિત જાતિના કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેની અંતિમવિધિ ખુલ્લી જમીન પર જ કરવી પડે છે. આ સમાજના લોકો સ્થાનિક સ્તર થી માંડીને જિલ્લા કક્ષાએ તેમના સમાજ માટે અલગ સ્મશાનગૃહ બનાવી આપવા રજુવાતો કરીને થાક્યા છે. સ્થાનિક પંચાયત સત્તધીશો ગ્રાન્ટ ન હોવા સહિતનાં વિવિધ કારણો આપી અનુસૂચિત જાતિના લોકોની માંગણી પુરી કરી નથી રહ્યા. આ સંજોગોમાં સ્થાનિકોએ જિલ્લા કલેકટર સહિત જિલ્લા વિકાસ અધિકારી અને સમાજ કલ્યાણ અધિકારીને લેખિત રજુવાત કરી છે.
જીવતા જીવ અનેક હાડમારીઓ વેઠી રહેલા અનુસૂચિત જાતિના લોકોને મર્યા પછી પણ અસુવિધા ન પડે તે માટે કરવામાં આવેલી લાગણીસભર રજુવાતમાં ચોમાસાની ઋતુમાં જો કોઈનું મરણ થઈ જાય તો અંતિમક્રિયા કેવી રીતે કરવી તે પણ એક મહામુશ્કેલી હોવાનું જણાવાયું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારાચારણવાડા ગામના અનુસૂચિત જાતિના લોકોની હૃદયસ્પર્શી રજુવાત તાકીદે પૂર્ણ કરવામાં આવે તે માનવતાના હિતમાં રહેશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












