નવજીવન ન્યૂઝ.મુંબઈઃ એક ટેકનીકલ ગરબડના કારણે એચડીએફસી બેન્કના કેટલાક ગ્રાહકો કથિત રીતે કરોડપતિ બની ગયા હતા. એકાઉન્ટ ચેક કરવા પર તે ગ્રાહકોના ખાતામાં મોટી રકમ જમા થયેલી નજરે પડી રહી હતી. જોકે તેમની આ ખુશી થોડા જ કલાક સુધી રહી અને જલ્દી જ આ ચોખવટ થી ગઈ કે ટેક્નીકલ એરરને કારણે આ બધું થયું. ઘટના રવિવારની છે જ્યારે ચેન્નાઈમાં એચડીએફસી બેન્કના કેટલાક ગ્રાહકો આશ્ચર્યજનક રીતે પોતાના એકાઉન્ટ્સમાં લાખો રૂપિયાની રકમ જમા થઈ હતી. જલ્દી જ આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો અને લોકો પુછવા લાગ્યા કે બેન્ક ડિપોઝિટમાં આવેલા ઉછાળાનું આ ગ્રાહક, આયકર વિભાગને શું જવાબ આપશે? ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની રિપોર્ટ શેર કરતાં એક યૂઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ચેન્નાઈ એચડીએફસી બેન્કના ગ્રાહક અચાનક કરોડપતિ બની ગયા. એચડીએફશી બેન્કમાં ગરબડ જારી, અકાઉન્ટમાં કરોડો રૂપિયા જમા, આ લોકો આખરે આઈટી વિભાગને શું જવાબ આપશે?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોએ આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કેટલાક લોકોએ તેના વિશે રસપ્રદ ટિપ્પણીઓ પણ કરી હતી. એક વ્યક્તિએ લખ્યું- મારું પણ HDFC એકાઉન્ટ છે, આશા છે કે કોઈ દિવસ હું પણ કરોડપતિ બનીશ.
રિપોર્ટ અનુસાર, HDFC તરફથી કહેવામાં આવ્યું છે કે આ મામલો ચેન્નાઈની બેંક શાખાઓ સાથે જોડાયેલા કેટલાક ખાતાઓમાં જ સામે આવ્યો છે. રવિવારે સવારે સોફ્ટવેરની ખામીના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. આ મામલો પ્રકાશમાં આવતાં જ બેંકે આ ખાતાઓમાંથી ટ્રાન્ઝેક્શનને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હતા. આમાંના કોઈપણ ખાતામાંથી ખોટી રીતે જમા કરવામાં આવેલી ‘વધારાની’ રકમ ઉપાડવામાં ન આવે તેની ખાતરી કરવા માટે પણ ચેક કરવામાં આવી રહ્યા છે. ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, ઘણા ખાતાધારકો તેમના બેંક બેલેન્સમાં અનેકગણો વધારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક એકાઉન્ટ ધારકના જણાવ્યા અનુસાર, જેની ઓળખ અહેવાલમાં જાહેર કરવામાં આવી ન હતી, તેણે હવે તેના ડેબિટ કાર્ડનો ઉપયોગ ઈંધણની રકમ ચૂકવવા માટે કર્યો જેમાં તેના ખાતામાં ₹2.2 કરોડ જમા થયા. તેણે તરત જ બેંક અધિકારીઓનો સંપર્ક કર્યો અને ત્યારબાદ તેનું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું.
Some Chennai HDFC Bank customers turn into crorepatis suddenly. If it only was so easy 😁😁. HDFC Bank glitches continue, deposit crores into accounts. What will these guys answer to IT??? pic.twitter.com/A9LeDOAy2U
— Mahesh 🇮🇳 (@invest_mutual) May 30, 2022
![]() | ![]() | ![]() |