પ્રશાંત દયાળ (નવજીવન.અમદાવાદ) : સમયનું ચક્ર બંન્ને તરફ બહુ જલદી ફરે છે, કઈ પણ કાયમી હોતુ નથી, Narendra Modi (નરેન્દ્ર મોદી)ના એકધારા નેતૃત્વના કારણે છેલ્લાં અઢી દાયકાથી ગુજરાતમાં ભાજપની સત્તા છે, નરેન્દ્ર મોદીના નામે ચુંટાતા નેતાઓના જીવન અને વ્યવહારમાં અજાણતા નરેન્દ્ર મોદીનું અનુકરણ આવી ગયુ હતું, પણ બધાને નરેન્દ્ર મોદી થવુ પરવડે નહીં તેનો તેમનો અંદાજ ન્હોતો, એટલે સામાન્ય કાર્યકરથી લઈ પ્રદેશ નેતાઓ અધિકારીઓ અને પત્રકાર સાથે તુચ્છ જેવો વ્યવહાર કરતા હતા, પણ 2121માં અચાનક બધુ બદલાઈ ગયુ, ગુજરાતના મુખ્યમંત્રી Vijay Rupani (વિજય રૂપાણી) સહિત આખુ મંત્રીમંડળ બદલાઈ ગયુ, આપણે તો કાયમી છીએ, આપણને કોઈ બદલી શકે નહીં અને કોઈ હરાવી શકે તેવો જે મદ હતો કે ક્ષણમાં ધ્વંસ્ત થઈ ગયો, ભાજપના નેતાની જે ઓળખ અને તાકાત હતી તે પોતાની નહીં પણ નરેન્દ્ર મોદીના ચહેરાને કારણે હતી એટલે જયાર ઘરે જવાનો વખત આવ્યો ત્યારે અમારી સાથે આવુ કેમ થયુ તેવુ પુછવાની ક્ષમતા અને તાકાત બંન્ને ન્હોતી.
જેઓ સત્તામાં હતા તેઓ સત્તાની બહાર થઈ ગયા અને જેઓ સત્તામાં બહાર હતા તેઓ સત્તામાં આવી ગયા, જયારે તમે સત્તાની બહાર અને સત્તાથી દુર હોવ ત્યારે સત્તામાં રહેલી વ્યકિત તમને નબળા અને નક્કામાં સમજે છે પણ જેને આપણે નબળા અને નક્કામાં માનીએ છીએ તેને કુદરત કયારે શકિતશાળી બનાવી દેશે તેની ખબર હોતી નથી, આવી અનેક ઘટનાઓ હશે પણ હાલના સુરતના ધારાસભ્ય અને ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી એક દિવસ ગૃહમંત્રી થશે તેવી તેમના પક્ષના સિનિયર નેતાઓને ખબર ન્હોતી, વાત કઈક 2012ની છે Harsh Sanghavi (હર્ષ સંઘવી) પહેલી વખત ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા સાથે યુવા મોર્ચામાં પણ તેઓ ઉપપ્રમુખ હતા, અમદાવાદના મણિનગરમાં નરેન્દ્ર મોદીનો એક કાર્યક્રમ હતો જેમાં દિલ્હીથી પણ ભાજપના નેતાઓ અમદાવાદ આવ્યા હતા.
આ કાર્યક્રમમાં દિલ્હીથી આવેલા નેતાઓ કબજો એક પ્રદેશ નેતા પાસે હતો, આ દિલ્હીના નેતાથી એરપોર્ટથી લાવી સરકીટ હાઉસ લઈ જવા અને ત્યાંથી કાર્યક્રમ સ્થળે લાવવા અને મુકી જવાની જવાબદારી પ્રદેશ નેતાની હતી, આ પ્રદેશ નેતાનો ચહેરો જુવો તો જાણે એવુ લાગે તે આ પ્રદેશનો ભાર તેમના શીરે છે અને તેમના કારણે ભાજપ આટલુ સક્ષમ છે, દિલ્હીથી આવેલા નેતા સાથે પ્રદેશ નેતા કાર્યક્રમ સ્થળે આવ્યા અને કાર્યક્રમ પુરો થયા પછી આ નેતાને મળવા ત્યા હાજર હર્ષ સંઘવી પહોંચ્યા, હર્ષ દિલ્હીના નેતા સાથે કોઈ મુદ્દે ચર્ચા કરવા માગતા હતા, હર્ષ સંઘવીને પ્રારંભીક વાત સાંભળી દિલ્હીના નેતાઓ કહ્યુ હર્ષ તમે એક કામ કરો મારે દિલ્હીની ફલાઈટ પકડવાની છે, તમે મારી કારમાં આવો આપણે રસ્તામાં વાત કરી લઈશુ.
એટલે દિલ્હીના નેતાની કારમાં હર્ષ સંઘવી ગોઠવાઈ ગયા, ત્યારે દિલ્હીના નેતા સાથે રહેલા પ્રદેશ નેતાનું ધ્યાન અચાનક કારમાં બેઠેલા હર્ષ સંઘવી તરફ ગયુ જાણે તેમની જાગીર લુંટાઈ ગઈ હોય તેવુ લાગ્યુ તેઓ એકદમ હર્ષ ઉપર બરાડી ઉઠયા, અરે કેમ કારમાં બેઠો છે, ચાલ નીચે ઉતર, પ્રદેશ નેતાનો ગુસ્સો અને તૌર જોઈ દિલ્હીના નેતા પણ ડઘાઈ ગયા, તેમણે પ્રદેશ નેતાને ઠંડા પાડતા કહ્યુ અરે મે હર્ષને મારી સાથે આવવા કહ્યુ છે પણ પ્રદેશ નેતા કઈ સાંભળવા તૈયાર ન્હોતા તેમણે ફરી ઉંચા અવાજે કહ્યુ ચાલ નીચે ઉતર અને હર્ષ સંઘવીને કારમાંથી નીચે ઉતરી જવુ પડયુ કારણ હર્ષને ખબર છે રાજકારણ તો ગુજરાતમાં રમવાનું છુ કોઈ નેતાનો અહંમ અને નારાજગી રાજકિય જીવનને કેટલુ નુકશાન કરી શકે છે, જો કે પ્રદેશ નેતાનો આ વ્યવહાર દિલ્હીના નેતાને પણ પસંદ આવ્યો ન્હોતો.
આ ઘટનાને 11 વર્ષ થઈ ગયા, જે પ્રદેશ નેતાએ હર્ષ સંઘવીને કારમાંથી ઉતારી મુકયા તે પ્રદેશ નેતાએ વિધાનસભાની ટીકીટ મેળવવા અનેકો પ્રયાસ કર્યા અને નરેન્દ્ર મોદી અને અમીત શાહ ગુજરાત આવે ત્યારે પોતાનો ચહેરો તેમની નજરે પડે તેવા પ્રયાસો છતાં હજી એક પણ વખથ પ્રદેશ નેતાને ટીકીટ આપવાનું ભાજપને યોગ્ય લાગ્યુ નથી આ જ પ્રદેશ નેતા આજે પણ પ્રદેશમાં થોડી બઢતી સાથે પ્રદેશ નેતા જ છે પણ જે હર્ષ સંઘવીને તેમને કારમાંથી ઉતારી મુકયો હતો તે છોકરો આટલો જલદી માત્ર મંત્રી નહી ગૃહમંત્રી થશે તેની તેમને કલ્પના નહીં હોય આ પણ કુદરતનો જ કમાલ છે એટલે જયારે આપણો સમય ખરાબ હોય ત્યારે નિરાશ નહી થવુ અને સારો સમય હૌય. ત્યારે આપણા તૌરને નિયંત્રીત રાખવો તે જ શીખ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.