Monday, January 20, 2025
HomeSeriesDeewal Seriesમહંમદ ક્રિમિનલ લોયર હતો તે બીજા વિચારે તેના કરતા એક ડગલું આગળનું...

મહંમદ ક્રિમિનલ લોયર હતો તે બીજા વિચારે તેના કરતા એક ડગલું આગળનું વિચારતો હતો

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-73 દીવાલ): મોબાઈલ Mobile ફોન અને તેનું ચાર્જર ચોરી લીધુ હતું, મહંમદ Muhammad ના મનમાં સ્પષ્ટ હતું કે ફોનનો ઉપયોગ તે વાત કરવા માટે કયારેય કરવાનો ન્હોતો, એટલે જ તેણે પહેલા જ સીમકાર્ડ તોડી ફેંકી દીધુ હતું, જેલ Prison માં ફોનનો ઉપયોગ જોખમી પણ હતો, કારણ ફોન ચોરાયાની જાણકારી ક્રાઈમ બ્રાન્ચ Crime Branch પાસે પણ પહોંચી ગઈ હતી, તેમણે તે ફોન નંબર ઈન્ટરસ્પેશનમાં મુકી દીધો હતો, જેવો ફોનનો ઉપયોગ થાય તેની સાથે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ને તેની જાણકારી મળી જવાની હતી, પણ મહંમદ Muhammad પણ ક્રિમીનલ લોયર Criminal Lawyer રહી ચુકયો હતો.



તે પોલીસ વિચારે તેના કરતા એક ડગલુ આગળ વિચારતો હતો, તેના બદલે બીજો કોઈ ફોનનો ઉપયોગ કરી જાય નહીં તે માટે તેણે કાર્ડનો અંત લાવી દીધો હતો, પહેલી જે તકલીફ હતી કે સુરંગ Mine માં દિશા ભાન થાય નહીં અને સુરંગ Mine ની દિશા બદલાઈ જાય નહીં તે માટે હવે હોકાયંત્ર હતું, અને અંદર ખુબ જ અંધારૂ હોવાને કારણે લાઈટની જરૂર હતી તેના માટે હવે મોબાઈલ Mobile ની લાઈટનો ઉપયોગ થવાનો હતો, જો કે કોઈનું ધ્યાન હજી એક સમસ્યા તરફ ગયુ ન્હોતુ, પણ મહંમદ Muhammad ને સમસ્યા અને તેના ઉપાયની ખબર હતી એટલે જ તેણે ફોનની સાથે ચાર્જર પણ ઉપાડી લેવાની સુચના આપી હતી. ફોનનું ચાર્જર હતું પણ બેરેક Barracks માં કયાં ફોન ચાર્જ કરવા માટેનો પોઈન્ટ ન્હોતો, પણ ફોન કેવી રીતે ચાર્જ થઈ શકે તેની વ્યવસ્થા મહંમદે Muhammad જોઈ લીધી હતી.

બેરેક Barracks ની તમામ લાઈટો અને પંખા ખુબ ઉંચાઈ ઉપર હતા, પણ સંડાસ બાથરૂમાં લાઈટના પોઈન્ટ નીચા હતા, પરવેઝ Pervez થોડુ ઘણુ ઈલેકટ્રીકનું કામ જાણે છે, તેને મહંમદ Muhammad ને ખબર હતી, બીજા દિવસે કોઈ પણ રીતે તે લાઈટના પોઈન્ટમાંથી 2 વાયર ખુલ્લા કરી તેની સાથે ચાર્જરને પાવર મળે તેવી વ્યવસ્થા કરવાની તેણે પરવેઝ Pervez ને સુચના આપી હતી, પરવેઝ Pervez પાસે વાયર કાપવાના કોઈ સાથનો ન્હોતો, છતાં તેણે દાઢીના સામાનમાં રહેલી બ્લેડનો ઉપયોગ કરી વાયરોનું ઉપરનું રબ્બર કાપી નાખ્યુ હતું, અને ટ્રાયલ બેઝ ઉપર ચાર્જર જોડી ફોન ચાર્જ કર્યો તો જાણે વિજળીની જ શોધ પરવેઝે કરી હોય એટલે આનંદ તેના ચહેરા ઉપર આવી ગયો હતો હવે રોજની ટીમ જયારે સુરંગ Mine ની અંદર કામે જાય ત્યારે પોતાની સાથે હોકા યંત્ર અને મોબાઈલ Mobile ફોન લઈ જતી હતી, હવે સવારની બંદી ખુલે તેની સાથે તેમણે કામ કરવાની શરૂઆત કરી હતી.



જેના કારણે હવે તેઓ સાંજની બંદી થાય તે પહેલા રોજનું 4 ફુટ જેટલુ ખોદી કાઢતા હતા, મહંમદ Muhammad ને થોડી ઉતાવળમાં હતી કારણ બે મહિના પછી ચોમાસુ પણ બેસી રહ્યુ હતું, જો ચોમાસા પહેલા સુરંગ Mine ખોદાઈ જાય નહીં તો મુશ્કેલી થવાની હતી કારણ વરસાદી પાણી સુરંગ Mine માં દાખલ થઈ જાય તો સમસ્યા વધી જવાની હતી, એટલે હવે મહંમદ Muhammad પોતે પણ સુરંગ Mine માં 2-3 કલાક કામ કરવા લાગ્યો હતો, જેલ Prison માંથી ભાગી છુટવાનું ઝનુન જાણે તેના માથા ઉપર સવાર થઈ ગયુ હતુ, રોજ સાંજ પડે તેની પાસે રહેલી પતંગની દોરીથી તે કેટલા ફુટ સુધી દુર ગયા તેનું માપ લેતો ત્યારે તેના ચહેરા ઉપર ચમક આવી જતી હતી, દોઢસો ફુટ કરતા વધુ ખોદાઈ ગયુ હતું હવે માંડ 50-60ફુટ પછી તેઓ જેલ Prison ની મુખ્ય દિવાલની બહાર નિકળી જશે તેવો અંદાજ હતો, મહંમદે Muhammad ગણિત માંડી જોયુ તો 15 દિવસમાં સુરંગ Mine નું કામ પુરૂ થવાનો અંદાજ હતો, પણ જેમ જેમ દિવસો આગળ વધતા જતા હતા તેમ તેમ મહંમદ Muhammad ની ચીંતામાં વધારો થતો હતો.

- Advertisement -

મહંમદ Muhammad ની ચીંતા યુનુસ Yunus સમજી ગયો હતો, તે સાંજે જયારે જમવાનું આવ્યુ અને બધા જમી રહ્યા હતા, ત્યારે યુનુસે પુછયુ મેજર શુ વિચારમાં છો.. મહંમદે Muhammad સવાલ સાંભળી રોટલીનો ટુકડો તોડી દાળમાં ડબોળી મોંઢામાં મુકતા યુનુસ Yunus સામે જોઈ માત્ર માથુ હલાવી કહ્યુ કઈ નહીં, યુનુસ હસ્યો, મહંમદે Muhammad તે જોયુ હતું, રોટલીનો બીજો ટુકડો તોડી શાકને લેતા પુછયુ કેમ મને જોઈ હસવુ આવે છે જોકર લાગુ છુ, યુનુસે માફીના સ્વરમાં કહ્યુ અરે મેજર તેવુ થોડુ હોય, મને હસવુ એટલા માટે આવ્યુ કે તમે ખોટુ બોલો ત્યારે તમારે ચહેરા ખોટુ બોલી શકતો નથી, તમે પોલીસવાળાને મુર્ખ બનાવી શકો, પણ મને નહીં, વાકય સાંભળી મહંમદ Muhammad ના ચહેરા ઉપર પણ હાસ્ય આવ્યુ તેણે થાળીમાં દાળ-ભાત ભેગા કર્યા અને આસપાસ તેની જુની ટેવ પ્રમાણે જોયુ અને પછી પોતાની બધા સાથીઓ સામે જોતા કહ્યુ હવે આપણી એકાદી ભુલ પણ ભારી પડી શકે છે, આપણે એંસી ટકા કામ પુરૂ કરી નાખ્યુ છે, કયાં કોઈની સાથે બબાલ કરતા નહીં, યુસુફ Yusuf ના ચહેરા ઉપર ચીંતા આવી તેણે પુછયુ મેજર કઈ થયુ છે.



મેજર સ્પષ્ટતા કરી કે ભાઈ કઈ જ થયુ નથી, પણ કઈ પણ થાય નહીં તેનું આપણે બધાએ ધ્યાન આપવુ પડશે, આ વાત ચાલી રહી હતી, ત્યારે જ એક સીપાઈ બેરેક Barracks માં દાખલ થયો, તેણે જોયુ કે બધા જમી રહ્યા છે, સામાન્ય રીતે એકલો સીપાઈ તેમની બેરેક Barracks સુધી આવવાની હિમંત કરતો ન્હોતો પણ સીપાઈને જોઈ મહંમદ Muhammad ને આશ્ચર્ય થયુ, તેના હાથમાં રહેલો કોળીયો હાથમાં જ રહી ગયો, તેણે સીપાઈને ગુસ્સામાં પુછયુ જમાદાર કેમ આવ્યા કોઈ પ્રોબ્લેમ છે, જમાદારે બેરેક Barracks ની બહાર તરફ ઈશારો કરતા કહ્યુ એસપી વસાવા SP Vasava સાહેબ રાઉન્ડમાં નિકળ્યા છે, હજી તેનું વાકય પુરૂ થાય તે પહેલા વસાવા Vasava તેમના 4 પોલીસવાળા સાથે બેરેક Barracks માં પહોંચ્યા, તેમને જોતા મહંમદ Muhammad એકદમ ઉભો થઈ ગયો.

વસાવા Vasava એ તેમને જમતા જોયા એટલે તેમને પણ સંકોચ થયો કે ખોટા સમયમાં રાઉન્ડમાં નિકળ્યા, મહંમદે Muhammad પોતાનો એઠો હાથ પાછળ તરફ કરતા કહ્યુ નમસ્તે સાહેબ, બોલે ચેકીંગ કરવુ છે, વસાવા Vasava ને ખરાબ લાગ્યુ કે કેદી Prisoner ઓ જમી રહ્યા હતા અને તે આવી પહોંચ્યા, તેમણે મહંમદ Muhammad ને બેસવાનો ઈશારો કરતા કહ્યુ મહંમદ Muhammad તમે જમી લો ખાસ ચેકીંગ જેવુ કઈ નથી, નિકળ્યો હતો તમારી બેરેક Barracks પાસેથી તો થયુ ચેક કરી લઈ, કઈ વાંધો નહીં પછી આવીશ પણ વસાવા Vasava ની નજર બેરેક Barracks માં લટકી રહેલા કપડાં અને સામાન તરફ ફરી રહી હતી, એટલુ કહી વસાવા Vasava તરત નિકળી ગયા, મહંમદે Muhammad થોડીવાર પહેલા પોતાના સાથીઓને કહ્યુ હતું ધ્યાન રાખજો અને ચેકીંગ આવ્યુ હતું.

મહંમદ Muhammad ને વિચાર આવ્યો કે આજ સુધી ચેકીંગમાં કોઈ અધિકારી બેરેક Barracks ની પાછળ ગયા નથી, પણ જોઈ કોઈ પહોંચી જાય તો સુરંગ Mine નું ખુલ્લુ મોંઢુ તેઓ જોઈ જાય તેમ હતું આજ પહેલા તેને આવો વિચાર ન્હોતો આવ્યો, મહંમદ Muhammad હજી ઉભો હતો, બાકીના સાથીઓએ ફરી જમવાનું શરૂ કરી દીધુ હતું. મહંમદ Muhammad ને લાગ્યુ કે ગરબડ થઈ શકે છે., તેણે આસપાસ જોયુ અને બેરેક Barracks માં પડેલી એક શેતરંજીં લઈ તે તરત બેરેક Barracks ની પાછળ તરફ દોડયો, યુનુસે Yunus તેને મેજર કરી બુમો પણ પાડી પણ તે રોકાયો નહીં, તે બેરેક Barracks ની પાછળ ગયો અને સુરંગ Mine ના મોઢા ઉપર જાડી શેતરજી પાથરી તેની ઉપર આસપાસ પડેલી માટીથી શેતરંજીને ઢાંકી દીધી, મહંમદ Muhammad પોતાનું આ કામ કરી રહ્યો હતો ત્યારે યુનુસ Yunus પણ પોતાનું જમવાનુ છોડી પાછળ આવ્યો તેણે મહંમદ Muhammad ને કામ કરતા જોઈ પુછયુ થયુ.. મહંમદે Muhammad માટીનો છેલ્લો મુંઠો શેતરંજી ઉપર નાખતા કહ્યુ કે હવે રોજ કામ બંધ થાય પછી આવુ કરવુ પડશે.



(ક્રમશ:)

- Advertisement -

PART – 72 | વસાવાની નજર બેરેકના એક એક ખુણા ઉપર ફરી રહી હતી ઝડતી કરનાર સિપાઇને કઈ જ હાથ લાગ્યુ નહિ



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular