Tuesday, April 7, 2026
HomeGujaratAhmedabadઈસનપુરમાં પેટ્રોલ ચોરી જેવી નજીવી બાબતે હત્યા મામલે આરોપી ભાઈઓને ફાંસીની સજા,...

ઈસનપુરમાં પેટ્રોલ ચોરી જેવી નજીવી બાબતે હત્યા મામલે આરોપી ભાઈઓને ફાંસીની સજા, કોર્ટે સંભળાવ્યો ચૂકાદો

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ: Ahmefdabad Crime News: અમદાવાદના ઈસનપુરમાં વિસ્તારમાં પેટ્રોલ કાઢવા ઠપકો આપવાની નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં બે ભાઈઓએ મળી એક યુવકને જીવતો સળગાવ્યો હતો. જે મામલે અમદાવાદ સેન્શન કોર્ટે (Ahmedabad sessions Court) બે સગા ભાઇઓને ફાંસીની સજા (sentenced to death) સંભળાવી છે. કોર્ટે આ કેસને રેરસ્ટ ઓફ ધ રેર ગણાવી આજે મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો હતો, જેમાં પીડિત પરિવારે કોર્ટના આ ચુકાદાને આવકાર્યો હતો.

મળતી માહિતી મુજબ ઈસનપુરની ઉજાલા સોસાયટીમાં રહેતા પકંજ પટેલ નામનો યુવક સોસાયટીની બહાર પાર્ક કરેલા વાહન પાસે ગયો હતો. જયાં બાજુમાં આવેલી નિર્મલ કુંજ સોસાયટીના પ્રદીપ અમરસિંગ કોરી અને નરસિંહ કોરી સોસયટી પાસે બેઠા હતા. તેઓ કથિત રીતે સોસાયટી બહાર પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલ કાઢી રહ્યા હતા. આ બાબતે પકંજ પટેલનું ધ્યાન ગયુ હતું અને તેણે કહ્યું કે “એ પેટ્રોલ ચોરી કરો છે” તેમ કહી પ્રદીપને તમાચો ઝીંકી ઠપકો આપ્યો હતો. જેને લઈ બંને ભાઇઓ ઉશ્કેરાયા હતા. જોતજોતામાં મામલો ઉગ્ર બનતા વાત મારામારી સુધી પહોંચી હતી. જયાં પ્રદીપે ઘરેથી કેરોસીનનું ડબલુ લાવી પકંજ પટેલ પર ખાર રાખી કેરોસીન છાંટી દીવાસળી વડે આગ ચાંપી હતી. જયાં પકંજ પટેલ ગંભીર હાલતમાં દાઝી જવાથી હોસ્પિટલ ખસેડાયો હતો અને તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે પીડીત પરિવારે 25 ઑગસ્ટ 2019ના રોજ બંને ભાઈ સામે ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

આ કેસની સુનાવણી અમદાવાદ સેન્સન કોર્ટમાં ચાલી રહી હતી. ત્યારે આજે સેન્શકોર્ટે પકંજ પટેલ નામના યુવકને જીવતો સળગાવવા મામલે મૃતક પકંજની જુબાની અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદન આધારે 118 પેજનો સેન્શન કોર્ટે ચુકાદો આપી, બંને આરોપી સગા ભાઇઓને ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટે આ કેસને રેરસ્ટ ઓફ ધ રેર અને આરોપીઓ દ્ધારા કરવામાં આવેલી હત્યાને જઘન્ય કૃત્ય ગણાવ્યું હતુ. જેમાં 4 વર્ષથી કાયદાકીય લડત બાદ પિડિત પરિવારને ન્યાય મળતા પરિવારે કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular