નવજીવન ન્યૂઝ.અમદાવાદ: આજે મોહરર્મનો પર્વ (Muharram 2023) છે. જેને મુસ્લિમ સમુદાયનાં નવા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. તમામ તહેવારોને લઈ શિક્ષણવિભાગ (Education Department) દ્વારા ફરજિયાત શાળાઓમાં રજા જાહેર કરવામાં આવતી હોય છે. પરંતુ ગઈકાલે મોહરર્મની રજા શિક્ષણ વિભાગે રદ કરાતા વિવાદ સર્જાયો છે. જેને લઈને રાજકારણ પણ ગરમાયું છે. શિક્ષણ વિભાગે મોહર્રમની રજા રદ (Muharram Holiday Cancel) કરતો પરિપત્ર બહાર પાડતા મુસ્લિમ સમુદાયમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે (Gyasuddin Sheikh) ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ટ્વિટ કરીને પોતાની હૈયાવરાળ ઠાલવી છે.
ગ્યાસુદ્દીન શેખે લખ્યું છે કે, “મોહર્રમ એ ઇસ્લામિક કેલેન્ડરનો પહેલો મહિનો છે. ઇસ્લામમાં રમઝાન પછીનો બીજો સૌથી પવિત્ર મહિનો મોહર્રમ છે. ગુજરાત સરકારે આવતીકાલે પવિત્ર એવા ‘મોહર્રમ’ના દિવસે પણ શાળાઓ ખુલ્લી રાખવાની જાહેરાત કરીને તહેવારોને પણ પોતાની ગંદી રાજનીતિના ચશ્માથી જોવાનું શરૂ કર્યું છે. આ કોઈ કાળે આવકાર્ય નથી. મુસ્લિમ બિરાદરોમાં “મોહર્રમ”નો પ્રથમ દિવસ ; એ નવા વર્ષનો પ્રારંભ છે. જેથી રાજ્ય સરકારે પોતાના પૂર્વગ્રહોથી ઉપર ઉઠી લોકલાગણી સમજી ‘મોહર્રમ’ની જાહેર રજા જાહેર કરે તેવી માગણી અને લાગણી છે.”
સોશિયલ મિડીયા પર કરેલી આ ટિપ્પણીમાં તેઓએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલને પણ ટેગ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોહર્રમ પર્વની સમ્રગ દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. હાલ શિક્ષણ વિભાગના આવા પરિપત્રથી વિવાદ સર્જર્યો છે.
જોકે બીજી તરફ શિક્ષણવિભાગે રજા રદ કરવા પાછળ જણાવ્યું છે કે, નવી શિક્ષણ નિતીને ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેને પગલે વડાપ્રધાન નરેન્દ્રમોદીના કાર્યક્રમ સંદર્ભે રજા રદ કરવાનો પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે. જેને લઈ લઘુમતી શાળાઓ અને આગેવાનો દ્વારા પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ કાર્યક્રમ તારીખ બદલી શકાય છે તેવી રજૂઆત કરાઈ હતી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








