નવજીવન ન્યૂઝ. વેરાવળ: ગીર સોમનાથ જિલ્લા પોલીસે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમને અટકાવવા માટે 14 આરોપીઓ વિરૂધ્ધ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. આરોપીઓ સતત ગીર સોમનાથ જિલ્લાના ઉના, ગીર ગઢડા અને કોડીનાર વિસ્તારમાં ગુના આચરી રહ્યા હોય પોલીસે આખરે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં કુખ્યાત આરોપી રઘુ રવિભાઈ બાંભણીયા અને સલમાન મુકાતર બ્લોચ સહિત 14 આરોપીઓની મંડળી પર ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.
ગીર સોમનાથ જિલ્લામાં આતંક મચાવતી રઘુ રવિ બાંભણીયા અને સલમાન મુકતાર બ્લોચની મંડળી પર ગુજસીટોકના કાયદાનો સંકજો કસાયો છે. આજરોજ ગીર સોમનાથ પોલીસે રવિ બાંભણીયા સહિત તેની ગેંગના 14 આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી ધરપકડનૌ દૌર શરૂ કર્યો છે. આ મામલે જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી આરોપી રઘુ રવિ બાંભણીયા અને સલમાન મુકતાર બ્લોચ ગુનાહિત પ્રવૃતિ આચરી રહ્યા છે.
આ શખ્સો પોતાની ગેંગની સાથે મળી સતત ઉના, કોડીનાર અને ગીર ગઢડા વિસ્તારમાં સંગઠિત ગુના આચરી રહ્યા હોય પોલીસ ચોપડે નોંધાતા રહ્યા છે. આરોપઓ દ્વારા 36 ગુનાઓ આચરી રીતસરનું ભયજનક વાતાવરણ પેદા કરવામાં આવી રહ્યું હોય તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવી જરૂરી બની હતી. આમ આરોપીઓના ગુનાહિત ઈતિહાસ અને સંગઠિત ગુનાઓને ધ્યાને લેતા ગેંગ લીડર રઘુ બાંભણીયા સહિત કુલ 14 આરોપીઓ વિરૂધ્ધ ધી ગુજરાત કંટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ (ગુજસીટોક) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મહત્વની વાત છે આ તમામ આરોપીઓ દ્વારા ગેંગ બનાવી મિલ્કત સબંધી, શરીર સબંધી, ફાયનાન્સિયલ ફ્રોડ, ખંડણી, મારામારી, લૂંટ તેમજ ચોરી અને લેન્ડ ગ્રેબિંગ જેવા ગુના આચરી તરખાટ મચાવાઇ રહ્યો હતો. ત્યારે આરોપીના ત્રાસથી ગીર સોમનાથ જિલ્લાના લોકો રીતસરના ત્રાહિમામ પોકારી ગયા હતા. એવામાં પોલીસે ગુજસીટોકના કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવતા લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ઉપરાંત ગુનેગાર આલમમાં પણ પોલીસની આ કાર્યવાહીના કારણે ભય જોવા મળી રહ્યો છે.
કેટલા આરોપીઓ વિરૂધ્ધ ગુજસીટોક?
ગેંગ લીડર રઘુ રવિ બાંભણીયા
ગેંગ લીડર સલમાન ઉર્ફે લીંડી મુક્તરા બ્લોચ
મોઈન ઉર્ફે મોન્ટી હુસેન બ્લોચ
રવિ બાબુ બાંભણીયા
સગીર વયનો આરોપી (હાલ બાળ સંરક્ષણ ગૃહમાં)
મીલન ગોવિંદ ચાવડા
રોહિત અનુ પરમાર
લાલજી ઉર્ફે લાલો ચીબરી દેવસી બાંભણીયા
અનરશા મહમદશા કુરેશી
જીસાન ઉર્ફે અબાડો મુક્તાર બ્લોચ
અરબાજ આબેદ બ્લોચ
અનિશ સીકંદર જાંખરા
જયેશ ધનજી બારિયા
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








