Tuesday, May 19, 2026
HomeNationalગુજરાતી વેપારીની બેગ UPમાં લૂંટાઈ અને રસ્તા પર થયો નોટોનો વરસાદ, જાણો...

ગુજરાતી વેપારીની બેગ UPમાં લૂંટાઈ અને રસ્તા પર થયો નોટોનો વરસાદ, જાણો શું છે સમગ્ર મામલો- Video

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હી:- ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં, એક હુમલાખોરે બસમાં મુસાફરી કરતી વખતે ગુજરાતના એક વેપારી જે દિલ્હી જતા હતા, તેમની રોકડ બેગ લૂંટવાનો પ્રયાસ કર્યો. પોલીસે અહેવાલ આપ્યો કે, લૂંટારુઓ ભાગ્યા ત્યારે ઘણા રોકડા તેમના પાસેથી પડી ગયા હતા જેના કારણે રોકડા રસ્તા પર ફેલાઈ ગયા હતા. જ્યાં નજીકના લોકો છૂટાછવાયા ચલણી નોટો એકત્રિત કરતા જોવા મળ્યા હતા.

ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં તે વખતે એકા એક લોકો હાઈવે પર 500-500ની નોટો ઊડતી દેખાતાની સાથે તેને લૂંટવા લાગ્યા હતા. બધા લોકોના મનમાં જાણે એક જ વાત હોય કે ‘શું આ નોટો નો વરસાદ થઈ રહ્યો છે ?’ નોટોને રસ્તા પર જોયાની સાથે જ લોકો પોતાની જિંદગીની પરવાહ કર્યા વગર લોકો નોટો ઉઠાવવામાં લાગી ગયા. પછી લોકોને જાણ થઈ કે આ બધી નોટો અમે લૂંટી રહ્યા છીએ એ બધી એક વેપારી સાથેની લૂંટની ઘટના પછી રસ્તા પર ફેલાઈ છે. પોલીસને ઘટનાની જાણ થયા બાદ તરત જ તેની કાર્યવાહી શરૂ કરી દીધી. કાર્યવાહી કરતા તેમને જાણવા મળ્યું કે, હાઈવે પર આવેલ ઢાબામાં એક વ્યાપારી સાથે લૂંટની ઘટના સામને આવી છે. પોલીસ અનુસાર આ લૂંટમાં વેપારી જ્યારે હાઈવેના બગલમાં ઢાબા પર કંઈક ભોજન કરવા બસમાંથી ઉતરતા હતા ત્યારે બની હતી. પોલીસ અનુસાર વેપારીનું નામ ભાવેશ બતાવવામાં આવ્યું છે. વારાણસીથી દિલ્હી જતી બસમાં સવાર થયેલા વેપારી સાથેની આ ઘટના છે. જે સમયે વેપારી સાથે આ ઘટના થઈ હતી ત્યારે તેની પાસે 10 લાખ જેટલા રૂપિયા રોકડા હતા. બસ ઢાબા પર થોભતાની સાથે જ બદમાશો ભાવેશની બેગ લઈને ફરાર થઈ ગયા હતા.

- Advertisement -

ઢાબાથી ફરાર થતા દરમિયાન બદમાશોના બેગમાંથી કેટલીક નોટો હાઈવે પર પડતાની સાથે જ ત્યાંના લોકોને જાણ થઈ કે રસ્તા પર 500-500 ની નોટો વિખરાઈ છે. નોટોને જોતા જ લોકો પોતાની જિંદગી, માલ-મિલકતની ચિંતા કર્યા વગર જ નોટો ઉઠાવવા માંડ્યા. લોકો જેવી રીતે નોટો ઉઠાવી રહ્યા છે તેના દ્રશ્યો પણ સામને આવ્યા છે. જે ઉપરોક્ત વીડિયોમાં દેખાય છે.

વેપારી સાથેની આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વેપારી સાથે પૂછપરછ કરી હતી અને કાર્યવાહી શરૂ કરી. વેપારીના અનુસાર તેની બેગમાં 8 થી 10 લાખ રોકડા હતા. ઘટનાની કાર્યવાહી કર્યા પછી પોલીસે જણાવ્યું કે, રસ્તા પર દોઢ લાખ જેટલા રોકડા વિખરાઈ ગયા હતા. પોલીસ હજી પણ આ ઘટનાની કાર્યવાહીમાં લાગી છે. કાર્યવાહી પૂરી થયા પછી જ બધો મામલો સામે આવશે કે, આ લૂંટારુઓની હરકત હતી કે પછી વેપારીની લાપરવાહી કે પછી આ ઘટનામાં કોઈ ફિલ્મી વળાંક રાહ જોઈ રહ્યો છે. સમગ્ર બાબત પોલીસની આગામી તપાસમાં સામે આવી શકે છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular