Wednesday, July 8, 2026
HomeNationalજો તમે ડીઝલ કાર વાપરો છો, તો આ અહેવાલ ખાસ તમારા માટે...

જો તમે ડીઝલ કાર વાપરો છો, તો આ અહેવાલ ખાસ તમારા માટે છે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: Diesel car ban in India: પહેલા ડીઝલ અને પેટ્રોલના ભાવમાં ઘણો તફાવત હતો. ત્યારે લોકોએ પેટ્રોલને બદલે ડીઝલ કાર (Diesel car) લેવાનું પસંદ કરતાં હતા. એક તો ડીઝલ કાર ચલાવવી સસ્તી છે અને બીજી તરફ ડીઝલ કારમાં વધુ માઈલેજ મળે છે, પરંતુ તેની સાથે સમસ્યા એ છે કે ડીઝલથી પ્રદૂષણ (Pollution) ખૂબ ફેલાય છે. એટલા માટે સરકાર તેને પ્રમોટ કરવા માગતી નથી. હવે સમાચાર આવ્યા છે કે સરકાર આ મામલે મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય ડીઝલથી ચાલતા 4 વ્હીલર પર પ્રતિબંધ (Diesel car ban) લગાવવા સંબંધિત છે. આને લગતો એક પ્રસ્તાવ સરકાર (Government) પાસે પહોંચ્યો છે.

હાલમાં કેન્દ્ર સરકાર પ્રદૂષણ ઘટાડવા પર વધુ કામ કરી રહી છે. જેના અનુસંધાનમાં સરકારે 1 એપ્રિલના રોજ દેશમાં નવા રિયલ ડ્રાઇવિંગ એમિશન (RDE) BS6 ફેઝ-2 ધોરણો લાગુ કર્યા છે. હવે સમાચાર આવ્યા છે કે, વર્ષ 2027 સુધીમાં ડીઝલ પર ચાલતા તમામ 4-વ્હીલર વાહનોને સંપૂર્ણપણે બંધ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય માત્ર મોટા શહેરોમાં જ લાગુ કરવાનો પ્રસ્તાવ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની એક પેનલે આવી ભલામણ કરી છે. મંત્રાલયે ભારત સરકારને 4 વર્ષ પછી એટલે કે 2027 સુધીમાં ડીઝલ સંચાલિત 4-વ્હીલર વાહનોને સંપૂર્ણપણે બંધ કરવાની દરખાસ્ત કરી છે. એવું માનવામાં આવે છે કે આ નિર્ણય પ્રદૂષણ ઘટાડવામાં ઘણી મદદ કરશે.

- Advertisement -

એવું કહેવાય છે કે સરકારી પેનલ દ્વારા લાવવામાં આવેલા આ પ્રસ્તાવ પર ભારત સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. જો સરકાર આ પ્રસ્તાવને મંજૂરી આપે છે, તો ભારતમાંથી ડીઝલથી ચાલતા 4-વ્હીલર્સ તબક્કાવાર બંધ થઈ જશે. જો કે સરકારના આ નિર્ણયથી ડીઝલ કાર બનાવતી કંપનીઓને મોટો ફટકો પડશે. હાલમાં ટાટા સહિત અનેક કાર કંપનીઓ ડીઝલથી ચાલતી કાર બનાવી રહી છે.

હાલમાં, સરકારનું ધ્યાન ઇલેક્ટ્રિક વાહનો અને બાયોફ્યુઅલથી ચાલતા વાહનોને પ્રોત્સાહન આપવા પર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે આ દિશામાં ઘણા મોટા નિર્ણયો લીધા છે. જેમાં સમગ્ર દેશમાં BS6 ઇંધણનું વેચાણ ફરજિયાત બનાવવું, 1 એપ્રિલ, 2023ના રોજ ન્યૂ રિયલ ડ્રાઇવિંગ એમિશન (RDE) BS6 ફેઝ-2 નિયમોનો અમલ, ઇથેનોલ સંમિશ્રણ કાર્યક્રમ વગેરે. જો કે, જો સરકાર આ પ્રસ્તાવને મંજૂરી આપે છે, તો Tata Safari, Harrier, Tata Altroz, Tata Nexon, Mahindra XUV300, Mahindra Bolero Neo, Mahindra Bolero જેવી ઘણી કારના ડીઝલ વેરિઅન્ટ બંધ થઈ જશે.

TAG: Diesel Car News, Diesel Car ban in India, Diesel Car ban News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular