નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Gujarat Weather Forecast: દેશમાં હાલ ગરમીની (Heatwave) શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ઉનાળાની શરૂઆતથી જ લોકો કાળજાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. આ સ્થિતી વચ્ચે હવામાન વિભાગે (Weather Update)પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને બિહારમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert)જાહેર કર્યું છે. જ્યારે સિક્કિમ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં હીટવેવની સ્થિતિ ઊભી થઈ છે. ગુજરાતમાં (Gujarat) પણ આગામી સમયમાં ગરમીનો (Heat) પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકવાની હવામાન વિભાગ દ્વારા આગાહી (Weather Forecast) કરવામાં આવી છે.
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. ઉનાળાની શરૂઆતથી જ આટલી ગરમી પડતાં ઉનાળો ચરમસીમાં તરફ આગળ વધી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આપેલી માહિતી પ્રમાણે આજે ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી જઈ શકે છે. અમદાવાદમાં રહેતા લોકોને આજે વધારે ગરમીનો સામનો કરવો પડી શકે છે. ગતરોજ સોમવારે ગુજરાતમાં પડેલી ગરમીની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 41 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41.6 ડિગ્રી અને અમરેલીમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગ દ્વારા આપેલી માહિતી મુજબ આજે મંગળવારે ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં 42 ડિગ્રી, વડોદરમાં 40 ડિગ્રી, રાજકોટમાં 40 ડિગ્રી, સુરત-ભૂજ-ડિસામાં 39 ડિગ્રી તાપમાન પહોંચવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ગુજરાતમાં કાળજાળ ગરમીની શરૂઆત થતાં જ ગામડાઓમાં ટેન્કર દોડતા થયા છે. 14મી એપ્રિલના ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડના આંકડામાં ખુલાસો થયો છે કે, ગુજરાતના 4 જિલ્લાઓમાં 24 ગામમાં ટેન્કરના 46 ફેરા થઈ રહ્યા છે. કચ્છના 18 ગામમાં 9 ટેન્કરના 33 ફેરા મારે છે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના બે ગામમાં ટેન્કરના 7 ફેરા મારવામાં આવે છે. રાજકોટના વીંછીંયાના 2 ગામમાં ટેન્કરના 4 ફેરા મારવામાં આવે છે. જ્યારે બનાસકાંઠાના થરાદ અને વાવમાં ટેન્કરના 1-1 ફેરા મારવામાં આવે છે.
TAG: Gujarat Weather today, Heatwave Forecast in Gujarat, Weather Update
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








