નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara News: આજના વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં અંધ શ્રધ્ધા હજુ પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. આજના સમાજના લોકો પોતાની જીવનશૈલીમાં પરિવર્તન લાવી જૂના કુરિવાજો, કુપ્રથાને તોડી આધુનિક્તા તરફ વળી રહ્યા છે. છતાં પણ કેટલાક લોકોના મનમાં અંધશ્રધ્ધા ઘર કરી ગઈ છે જે નિકળવાનું નામ નથી લેતી. જેના કારણે કેટલાય માઠા પરિણામો સમાજને ભોગવવા પડે છે. એવામાં ફરી એક વખત ગંભીર પરિણામ સાથેનો અંધશ્રધ્ધાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જસદણ તાલુકાના વિંછીયામાં દંપતીએ કમળ પૂજા કરી જીવ ગુમાવ્યો છે. આ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં વડોદરામાં (Vadodara) પણ એક ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં તાંત્રિકે (Tantrik) આર્થિક લાભ કરાવવાની વિધીની (Vidhi) નામે મહિલા સાથે બળજબરીપૂર્વક શારિરીક સબંધ બાંધી બળાત્કાર (Rape) ગુજાર્યો હતો.
આ પણ વાંચો : અંધશ્રદ્ધાએ હદ વટાવી, પતિ-પત્નીએ જાતે જ માથાં વાઢી બલી ચઢાવી
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી એક મહિલા તાંત્રિક વિધિના વમળમાં ફસાઈ હતી. વડોદરામાં રહેતી તે મહિલા ફેબ્રુઆરી 2020 માં પિતાના ઘરે આવી હતી. ધંધામાં મંદી આવી ગઈ હોવાથી તેના પિતાના મિત્રની મદદથી તાંત્રિક વિધિ કરનારા કશ્પય રામાનુજના સંપર્કમાં આવી હતી. તેણે પોતાની સમસ્યા રજૂ કરતા લંપટ રામાનુજે “તમારા ધંધામાં પ્રગતિ આવશે, પૈસાનો વરસાદ થશે, પરંતુ એક વિધિ કરવી પડશે, તે માટે નાણાંની જરૂરિયાત છે, તે પણ મળી રહેશે” તેવું કહી તે મહિલાને વિશ્વાસમાં લીધી હતી.
બાદમાં એક દિવસ રમાબેનને વિધિના નામે બોલાવી હાથ પકડીને કહ્યું કે થોડું નડતર આવે છે. એટલે તારે કપડાં ઉતારવા પડશે જોકે આ બાબતે રમાબેને પ્રશ્ન કરતા આ કેવી વિધિ છે કે કપડાં ઉતારવા પડશે ? ત્યારબાદ તાંત્રિક બળજબરીથી શારિરીક સબંધો બાંધ્યા હતા અને શારિરીક સબંધ બંધ્યા છે તો આપણે પતિ–પત્ની થઈ ગયા છે. હું મારા માતા-પિતા સાથે વાત કરી લઉ છું તારે ભાવનગર આવવું પડશે તેવું કહી દુષ્કર્મ ગુજાર્યું હતું.
તંત્રિક વિધિના બહાને તાંત્રિકે સબંધ બાધવાની વાત કરી ત્યારે મહિલાએ કહ્યું કે મારો પુત્ર તમારા ઉંમરનો છે. તાંત્રિક કહ્યું હું કંઈ પણ જાણતો નથી તું કુંડ આવી છો તો વિધિ કરવી જ પડશે તેમ કહી જબરદસ્તથી શારિરીક સબંધ બાંધ્યા હતા અને મહિલાના બિભત્સ વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરતો હતો. સાથે જ વારંવાર શારિરીક સબંધ રાખવા દબાણ કરતો હતો, જે અંગે પિડિત મહિલાએ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના અધારે ગોત્રી પોલીસે મહિલાની ફરિયાદ આધારે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તાંત્રિકની ધરપકડ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796