Thursday, April 23, 2026
HomeGeneralવડોદરા શહેરમાં એક્સ આર્મીમેનનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળતા પોલીસ પણ અચંબામાં

વડોદરા શહેરમાં એક્સ આર્મીમેનનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળતા પોલીસ પણ અચંબામાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: બિનવારસી મૃતદેહ મળી આવવાની ઘટના અવાર નવાર બનતી હોય છે, ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના વડોદરા શહેરમાં સામે આવી છે, જેમાં એક ગાડીમાંથી એક્સ આર્મીમેનનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં અનેક સવાલોએ જોર પકડ્યું છે.

શહેરના વાઘોડિયા રોડ પર ગણેશ નગર પાસે ગાડીમાં એક મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ થતા પાણીગેટ પોલીસ ઉપરાંત પીસીબી શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસની તપાસમાં મૃતદેહ દંતેશ્વર તરસાલી વિસ્તારમાં રહેતા એક્સ આર્મીમેન વિજય સિંધવાનો  હોવાનું બહાર આવ્યુ હતું.  પોલીસે આ મામલે એક્સિડેન્ટલ ડેથનો ગુનો દાખલ કરીને મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. 

- Advertisement -

પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, વિજય સિંધવા હાલ ONGCમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા હતા અને પત્નીથી અલગ રહેતા હતા. ઉલ્લેખનીય છે કે, આ એક્સ આર્મીમેનની શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસ અનેક તર્ક વિતર્ક કરી રહી છે. ત્યારે પોલીસ માટે પણ આ હત્યા છે કે, આત્મહત્યા તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આ હત્યા છે કે, આત્મહત્યા તેનો ભેદ એક પડકાર બનતા પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular