નવજીવન ન્યૂઝ.અમદાવાદ: ઇન્ડિયા કા તહેવારના ટેગ લાઈનથી ચાલતી IPL હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આજે સેમીફાઈનલ મેચ ખૂબ રસપ્રદ અને નિર્ણાયક રહેવાની છે.આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને 5 વખત IPLમાં દબદબો જમાવી ખિતાબ જીતનાર મુંબઈ ઈન્ડિયંસ (Mumbai Indians) વચ્ચે મેચ રમાવાની છે. જેને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજની નિર્ણાયક મેચ નરેન્દ્રમોદી સ્ટેડિયમાં (Narendra Modi Stadium, Ahmedabad) રમાવવાની હોવાથી ગુજરાત ટાઈટન્સનું પલડું ભારે દેખાઈ રહ્યો છે. પરંતુ બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સ પણ હવે ફોલફોર્મ જોવા મળી રહી છે. જેને લઈ બંને વચ્ચે કાંટા કી ટક્કર સમાન આજની મેચ રહેવાની છે જે ટીમ મેચ જીતશે તે આગમી 28 એપ્રિલના રોજ ફાઈનલ નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમશે.
ગુજરાત ટાઈન્ટંસની જો વાત કરવામાં આવે તો સળંગ બીજી વખત પોઈન્ટ ટેબલમાં સૌથી ટોચ પર રહી કોવાલિફાય થઈ છે. જોકે એલિમેનટર -1માં ચેન્નાઈ સામે ગુજરાત ટાઈનન્ટસની હાર થતા આજે કરો યા મરો જેવી સ્થિતિ બંને ટીમો માટે નિર્માણ પામી છે. તો બીજી તરફ મુંબઈ કવોલિફાય થઈ છે. તેની પાછળનું કારણ ગુજરાત ટાઈટન્સને માનવામાં આવે છે. ગુજરાત ટાઈટન્સે રોયલ ચેલન્જર્ચસ બેગ્લોરને હરાવી મુંબઈ માટે કોવાલિફાયનો રસ્તો સાફ કરાવ્યો હતો. આજે ગુજરાત ટાઈટન્સના હોમ ગ્રાઉન્ડમાં મેચ હોવાથી વધારે મેચ જીતવાની શક્યતા ગુજરાતની લાગી રહી છે.
આજની એલિમિનેટર મેચને લઈ ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ એક જ ઝાટકે ટિકિટોની વહેંચણી થઈ જતા આના પરથી લોકોના ઉત્સાહનો અંદાજ લગાવી શકાય છે. આજની મેચની ટિકિટો લેવા માટે લોકોની ભારે પડાપડી જોવા મળી હતી એક સમયમાં સ્ટેડિયમ પાસે ટિકિટ લેવા માટે ધક્કામુક્કી સર્જાતા અરાજક્તા જેવો માહોલ સર્જાયો હતો.
આજે મુંબઈ ઈન્ડિંયસ અને ગુજરાત ટાઈટન્સ જે કોઈ પણ મેચ જીતશે. તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ફાઈનલ મેચ રમશે અને એક કદમ ટ્રોફીની નજીક પહોંચશે. ત્રણેય ટીમોની વાત કરવામાં આવે તો ચેન્નાઈ સુપર કિંગ્સ 4 વખત IPLનો ખિતાબ જીતી ચૂકી છે. અને 10 જેટલી વખત ફાઈનલમાં પ્રવેશ કરી ચૂકી છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સ 5 વખત IPLનો ખિતાબ જીતી ચૂકી છે. 5 વખત ફાઈનલ પહોંચી જીત હાંસલ કરી છે. જ્યારે ગુજરાત ટાઈટન્સ પહેલા જ વર્ષમાં ફાઈનલમાં પહોંચી રાજસ્થાન રોયલ્સની મ્હાત આપી હતી અને IPL ફોર્મેટની પહેલી ટ્રોફી મેળવી હતી. ત્યારે સળંગ બીજી સિઝનમાં ગુજરાત ટાઈટન્સે કવોલિફાય કર્યુ છે.
આજની મેચમાં અંદાજે 1 લાખથી વધુ લોકો સ્ટેડિયમાં મેચ નિહાળવા માટે આવવાના હોવાથી પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત સ્ટેડિયમની અંદર અને બહાર ખડકી દેવાયો છે. તેમજ ભારે ભીડના કારણે કોઈ અનઇચ્છનિય ઘટનાને ન બને તેવી પણ તકેદારી રાખવામાં આવી રહ્યા છે. સાંજે 7 વાગ્યાથી મેચ શરૂ થઈ જવાને પગલે અત્યારથી સ્ટેડિયમ બહાર સમર્થકોની ભીડ જોવા મળી રહી છે અને લોકોમાં પણ ગુજરાતમાં સેમીફાઈનલ અને આગામી ફાઈનલ મેચ હોવાથી અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે જોવાની રહેશે કે કંઈ ટીમ જીતનો ઝંડો લગાવી ફાઈનલમાં પહોંચશે.
ગુજરાતમાં ટાઈટન્સમાં આજે બેટિંગ મામલે શુભમન ગિલ, કેપ્ટન હાર્દિક પંડ્યા અને મિડલ ઓર્ડરમાં ડેવિડ મિલર તેમજ રાશિદ ખાન પર વધારે જવાબદારીમાં રહેશે તેમજમાં બોલિંગમાં રાશિદ ખાન, મોહંમદ શમી પર જવાબદારી રહેશે.
મુંબઈ ઇન્ડિયંસમાં સૂર્યકુમાર યાદવ કેમરોન ગ્રીન અને કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર ફોર્મ જોવા મળી રહ્યા છે આજે ઇશન-કિશનને રમવુ પણ જરૂરી બની રહેશે આ વખતે ઈશાન-કિશન અને કેપ્ટન રોહિત શર્માની બેંટિગ એટલુ ખાસ કંઈ કમાલ કરી શકે નથી એટલે આજની મેચમાં તેમના ખૂબ મત્હવની જવાબદારી રહેશે તો બીજીતરફ બોલિંગને હાલ ફોર્મા ચાલી રહેલા મુંબઈના સ્ટાર બોલર આકાશ માધવાલ, બેહેરોનડ્રોફ પર ખાસ જવાબદારી રહેશે.
Tag: IPL Semi Final 2023 | Gujarat Titans VS Mumbai Indians | Final IPL 2023 | Cricket IPL 2023
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








