Wednesday, September 9, 2026
HomeGeneralરાજકોટ: ભરતી પ્રક્રિયા અટવાઈ જતાં યુવકે લોહીથી મુખ્યમંત્રીને પત્ર લખ્યો

રાજકોટ: ભરતી પ્રક્રિયા અટવાઈ જતાં યુવકે લોહીથી મુખ્યમંત્રીને પત્ર લખ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં રોજગારીનો પ્રશ્ન સામન્ય નાગરિકો માટે એક મોટો પડકાર બની રહ્યો છે. યુવાનો શિક્ષિત હોવા છતાં નોકરી માટે વલખાં મારવા પડે છે ક્યારેક પેપર ફૂટી જવાના કારણે તો ક્યારેક પરીક્ષા રદ્દ થવાના કારણે ભરતી પ્રક્રિયા અટવાઈ રહી છે. ત્યારે રાજકોટના એક યુવાને ભરતી પ્રક્રિયા અટવાઈ જતાં પોતાના લોહીથી મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.



રાજકોટના ધોરાજીના સંકેત મકવાણા નામના યુવાને મુખ્યમંત્રીને લોહીથી લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા જાહેર કરાયેલી ભરતી બાદ આજદિન સુધી નોકરી આપવામાં આવી નથી. આ ભરતી ઓજસ વેબસાઈટ મારફતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા તારીખ 07-04/2021ના રોજ જિલ્લા અને તાલુકા કક્ષાની વિવિધ જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી હતી. વેબસાઈટ મારફતે પરીક્ષાની અરજીઓ પણ મંગાવી લેવાઈ હતી. તારીખ 13-0-2021ના રોજ ભરતી માટે પરીક્ષા પણ લેવાઈ હતી અને તેની આન્સર કી પણ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

ભરતી પસંદગી પ્રક્રિયા 06-12-2021 પુર્ણ કરી ઉમેદવારોને ગ્રુપ ડિસ્કશન અને ફાઈનલ ઈન્ટરવ્યું માટે અમદાવાદ બોલાવ્યામાં આવ્યા હતા. બાદમાં પરિણામની જાહેરાત કરી અને પસંદગી કરવામાં આવી હતી. ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશ માટેની જાહેરાત ઓજસ વેબસાઈટ પર કરવામાં આવી હતી. ડોક્યુમેન્ટ ચકાસણી તારીખ 01-03-2022ના રોજ કોઈ કારણોસર રોક દેવામાં આવી હતી. વેબસાઈટ પર આ પ્રક્રિયાની રોકની જાહેરાત પણ કરવામાં આવી હતી.

- Advertisement -

સંકેતએ નાયક ફિલ્મની જેમ રોજગારી, ભ્રષ્ટાચાર સહિતના નિરાકરણ કરવા માટે એક દિવસના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે આજરોજ સંકેત મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લોહીથી પત્ર લખી ભરતી મામલે રજૂઆત કરી વહેલી તકે ભરતી પ્રક્રીયા પુર્ણ કરવા અપીલ કરી છે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular