Friday, May 1, 2026
HomeGeneral#Breaking- ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ: અરવલ્લી BJP યુવા મોરચાના મહામંત્રી ધનસુરાના અવધેશ...

#Breaking- ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ: અરવલ્લી BJP યુવા મોરચાના મહામંત્રી ધનસુરાના અવધેશ પટેલનું નામ ખુલતા હડકંપ, ભૂગર્ભમાં ઉતરી ગયો

- Advertisement -

જય અમીન (નવજીવન.અરવલ્લી): AAPના યુવાનેતા યુવરાજ સિંહએ ઊર્જા વિભાગની ભરતીમાં કૌભાંડ ચાલી રહ્યું હોવાના આક્ષેપ કરતા સનસનાટી મચી ગઈ છે. યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને UGVCL, DGVCL, GETCOની ભરતીમાં મોટાપાયે કૌભાંડ થયાનું અને ઉમેદવારો પાસે ૨૧ લાખ રૂપિયા જેટલી માતબર રકમ લેવામાં આવતી હોવાની સાથે છેલ્લા ત્રણ વર્ષથી સુનિયોજિત રીતે સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું હોવાનું જણાવ્યું હતું. આ કૌભાંડના વચેટિયા તરીકે ધનસુરાના અવધેશ પટેલનું નામ લેતા હડકંપ મચ્યો છે. અવધેશ પટેલ અરવલ્લી જીલ્લા ભાજપ યુવા મોરચાનો મહામંત્રી તરીકે કાર્યરત હોવાનું બહાર આવતા જીલ્લામાં ભારે ખળભળાટ મચ્યો છે. ભાજપના યુવા મોરચાના મહામંત્રી અવધેશ પટેલનું નામ બહાર આવતા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. મીડિયાએ સંપર્ક કરવાનો સતત પ્રયત્ન કર્યો હતો. પ્રાંતિજમાંથી કૌભાંડમાં જાહેર થયેલા મિત પટેલની કાર પરીક્ષા કેન્દ્રની બહાર મળી આવી હતી પોલીસે મિત પટેલની અટકાયત કરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.



યુવરાજ સિંહે કૌભાંડ કરી નોકરી મેળવાનાર આ ૧૮ લોકોના નામ જાહેર કર્યા

યુવરાજ સિંહના આક્ષેપ મુજબ અરવલ્લી જીલ્લાના એક જ ગામના ૧૮ યુવકોએ લાખ્ખો રૂપિયા ખર્ચી ઉર્જા વિભાગમાં નોકરી મેળવી લીધી છે. આ કૌભાંડ દ્વારા કોને કોને લાભ લીધો છે, તેઓનું નામ પણ તેમણે લીધુ છે. ધવલ પટેલ, કૃશાંગ પટેલ, હિતેશ પટેલ, રજનીશ પટેલ, પ્રિયંક પટેલ, આંચલ પટેલ, પ્રદિપ પટેલ, બાબુ પટેલ, જીગીશા પટેલ, ધ્રુવ પટેલે ભરતી કૌભાંડનો લાભ લીધો છે, તેમ યુવરાજસિંહે જણાવ્યું છે. એક જ ગામના 18 યુવાનોએ કૌભાંડ કરી સરકારી નોકરી મેળવી છે. જ્યારે જેટકોની પરીક્ષામાં મિતુલ પટેલે ભરતી કૌભાંડનો લાભ લીધો છે.

- Advertisement -

એપી સેન્ટર અરવલ્લી, બાયડ

આક્ષેપ છે કે ઊર્જા વિભાગની ભરતીના કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી, બાયડ છે. સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં કૌભાંડ થતું હોવાના યુવરાજ સિંહના આક્ષેપ છે. અહીં એક જ ગામના 18 વિદ્યાર્થીઓની કેવી રીતે ભરતી થઇ? એ ખુબ મોટો પ્રશ્ન ઉઠ્યો છે. યુવરાજ સિંહના આરોપ પ્રમાણે બાયડ ચોઈલા ગામના લોકો એમાં વધુ જોડાયેલા છે. પાટીદાર, ચૌધરી અને પ્રજાપતિ સમુદાયના લોકો વધુ જોડાયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

પેપર દીઠ 21 લાખની ઉઘરાણીના આક્ષેપ



યુવરાજ સિંહના આક્ષેપ અનુસાર ભરતીમાં એક પેપર દીઠ 21 લાખની ઉઘરાણી કરવામાં આવી. જેમાં એડવાન્સ પેટે 1 લાખ રૂપિયા અપાયા છે. નામ સિલેક્શનમાં ન આવે ત્યાં સુધી પૂરી રકમ ન લેવાતી હોવાનો પણ આક્ષેપ છે. તો આ પરીક્ષા 3 શિફ્ટમાં પરીક્ષા લેવાય છે. 1 સેન્ટર પર કોમ્પ્યુટર વ્યવસ્થાને ધ્યાન રાખી કૌભાંડ થતું હોવાનું જાણવા મળ્યું છે. તો સેન્ટ્રલ રૂમમાંથી PC ઓપરેટ થતા હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનું માત્ર નાટક કરે છે અને કૌભાંડ આચરવામાં આવે છે.

- Advertisement -

ઓનલાઈન પરીક્ષા લેનારી NSEIT નામની કંપની સાથે જોડયેલા લોકો પણ સામેલનો આક્ષેપ

આમ આદમી પાર્ટીના નેતા અને વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહનો આરોપ છે કે સમગ્ર કૌભાંડમાં ઓનલાઈન પરીક્ષા લેનારી એજન્સીની પણ સંડોવણી છે. NSEIT નામની કંપનીના લોકો આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા છે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular