Monday, June 29, 2026
HomeGeneralઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ તરીકે જયરાજસિંહ પરમારની વરણી

ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ તરીકે જયરાજસિંહ પરમારની વરણી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વિસનગરઃ આઝાદી પહેલા સ્થપાયેલી ઉત્તર ગુજરાત રાજપૂત સમાજની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સંસ્થા એવા ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ તરીકે જયરાજસિંહ પરમારની વરણી કરવામાં આવી છે. રાજપૂત સમાજની આ સમગ્ર ઉત્તર ગુજરાતની સૌથી જુની અને જાણીતી સંસ્થા છે. જેની સાથે ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓના હજારો રાજપૂતો સંકળાયેલા છે.



આઝાદી પહેલાથી વિસનગર ઉત્તર ગુજરાતનું વિદ્યા પ્રાપ્તિનું અગત્યનું કેન્દ્ર રહ્યું છે. આઝાદીનો સૂર્ય ક્ષિતિજ પર દેખાઈ રહ્યો હતો. રાજપૂત સમાજે જમીન- જાગીરો, રજવાડા હસતાં હસતાં દેશને એકીકૃત કરવા માટે સોંપી રહ્યો હતો. હવે સમાજ સમક્ષ શિક્ષણ અને રોજગારીના, સામાજિક અને રાજકીય અસ્તિત્વના નવા પ્રશ્નો સામે આવવાના હતા. દેશમાં હજી આવાગમનની યોગ્ય સુવિધાઓ ન્હોતી.

વિસનગર ખાતે ૧૯૪૬માં જ એમ.એન. કોલેજની સ્થાપના થઈ. આ કોલેજમાં શિક્ષણ માટે ઉત્તર ગુજરાતના દૂરના ગામડાંમાંથી યુવાનો આવે એ નક્કી હતું. આવી સમન્વયની ક્ષણોમાં આજ શિક્ષણભૂમિમાં ભવાનસિંહ વિહોલ (પીલવાઈ), ચંદનસિંહ હરિસિંહ પરમાર (કાંસા), વાઘજી સોલંકી(સીપોર), કચરાજી ચાવડા (ખંડોસણ) જેવા દૂરંદેશી સામાજિક અગ્રણીઓએ રાજપૂત અને અન્ય સમાજોના વિદ્યાર્થીઓ વિસનગરમાં રહીને અભ્યાસ કરી શકે એ માટે ૧૯૪૬ (વર્ષ-૦૧/૦૪/૧૯૪૬ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નંબર -A-૮૬૫, મહેસાણા)માં ઉત્તર ગુજરાત રાજપૂત સમાજની સ્થાપના કરી હતી.



રાજપૂત સમાજની આ સંસ્થા સમગ્ર ઉત્તર ગુજરાતની સૌથી જૂની અને જાણીતી સંસ્થા છે. જેની સાથે ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓના અનેક રાજપૂતો જોડાયેલા છે. આ સંસ્થા અંતર્ગત સૌ પહેલા હોસ્ટેલની શરુઆત થઈ હતી. આ ઉપરાંત પાટણ ખાતે દાનસિંહ જાડેજા રાજપૂત કુમાર છાત્રાલય પણ કાર્યરત છે. છેલ્લા 75 વર્ષોમાં ઈશ્વરસિંહ ચાવડા (પૂર્વ પ્રમુખ, મહેસાણા જિલ્લા પંચાયત અને પૂર્વ મંત્રી, ગુજરાત સરકાર), ગુમાનસિંહ વાધેલા (ઠાકોર સાહેબ, દિયોદર અને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ), પૃથ્વીસિંહ ચાવડા (પડુસ્મા), ચંદનસિંહ રાજપૂત (જાણીતા એડવોકેટ), સી.જે. ચાવડા (ધારાસભ્ય, ગાંધીનગર) જેવા અનેક અગ્રણીઓએ સંસ્થાના વિકાસમાં યોગદાન આપ્યું છે.

- Advertisement -

આ સંસ્થાના પ્રમુખ તરીકે હવે જયરાજસિંહ પરમારની વરણી કરવામાં આવી છે. જયરાજસિંહ પરમાર છેલ્લા ૩૫ કરતાં વધુ વર્ષોથી જાહેર જીવન સાથે જોડાયેલા છે. ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ તરીકે પસંદગી સંસ્થાના આગળના વિકાસનો પથ પ્રદર્શિત કરશે તેવો વિશ્વાસ સંસ્થાએ વ્યક્ત કર્યો છે.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular