Monday, June 29, 2026
HomeGeneralભરૂચની ઓર્ગેનિક કંપનીમાં ભયાનક બ્લાસ્ટઃ 6 વ્યક્તિ જીવતા ભુંજાઈ ગયા

ભરૂચની ઓર્ગેનિક કંપનીમાં ભયાનક બ્લાસ્ટઃ 6 વ્યક્તિ જીવતા ભુંજાઈ ગયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ભરૂચઃ ભરૂચના દહેજ ખાતે આવેલી એક ઓર્ગેનિક કંપનીમાં ગત મોડી રાત્રે એક મોટા બ્લાસ્ટ સાથે વિકરાળ આગ ફાટી હતી. આ ઘટનામાં 6 વ્યક્તિના મૃત્યુ થયાના અહેવાલ મળી રહ્યા છે. જોકે (આ લખાય છે ત્યારે) એક મજુરની શોધખોળ ચાલુ હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા તેઓ તુરંત ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આગને કાબુમાં કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.



ભરૂચના દહેજમાં વધુ એક વખત મોટી ઘટના બની છે જેમાં દહેજમાં મોડી સાંજ પછી એક ઓર્ગેનિક કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ આગમાં 6 કામદારોના મોત નિપજ્યા હતા. ગંભીર રીતે તેઓ દાઝી ગયા હતા. ઓમ ઓર્ગેનિક નામની આ કંપની દહેજ ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ ખાતે આવેલી છે. આ કંપનીમાં લાગેલી આગને જોકે હવે કાબુમાં કરી લેવાઈ છે. દોઢ વર્ષ પહેલાં જ દહેજ ફેઝ 3 માં વિસ્તરણ સાથે 74 કામદારો સાથે કંપની કાર્યરત હતી, મહિને 500 મેટ્રીક ટન સ્પેન્ટ સોલ્વન્ટનું ઉત્પાદન અહીં થાય છે અને આ બ્લાસ્ટ પણ સોલ્વન્ટની કામગીરીમાં થયો હોવાનું માનવામાં આવે છે.

કંપનીના કામ દરમિયાન અહીં મોટો ધડાકો થયો હતો. અહીં વીડિયોમાં આપ જોઈ શકશો કે દુર દુર સુધી લોકો આ ઘટનાને જોઈ ચોંકી ઉઠ્યા હતા. આગની ભયાનકતા સમજી શકાય તેવી છે. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ તેમજ ઈમરજન્સી એમ્બ્યૂલન્સ સેવાઓ અને પોલીસની સાથે ઈન્ડસ્ટ્રીયલ હેલ્થ અને સેફ્ટીની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી. મૃતકોના મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



રાત્રે 2 વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનાનો ધડાકો સાંભળી દુર દુર સુધીના લોકોની ઉંઘ ઉડી ગઈ હતી. આગને કારણે આ 6 કામદારો બહાર નીકળવામાં સફળ થયા ન્હોતા. જોકે હવે તપાસનો વિષય એ છે કે આ ઘટનામાં 6 જીંદગીઓ હોમાઈ ગઈ તેમાં ડીસ્ટીલેશન સ્પેન્ટ સોલ્વન્ટની પ્રક્રિયા વેળા પ્રચંડ ધડાકા સાથે આગ લાગી હતી. હાલ તંત્ર દ્વારા ઘટનાની તપાસ બાદ વધુ ચિત્ર સ્પષ્ટ થાય તેવી શક્યતાઓ છે.

- Advertisement -






સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular