Saturday, July 4, 2026
HomeGeneralખેડૂતો અને વિદ્યાર્થીઓના મુદ્દે આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરી, ઈશુદાન ગઢવી અને...

ખેડૂતો અને વિદ્યાર્થીઓના મુદ્દે આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરી, ઈશુદાન ગઢવી અને સાગર રબારીએ આંદોલનની ચીમકી આપી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, હાલમાં થઈ રહેલી રાજકીય ઘટનાઓને જોઈને લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની નિયત સમય કરતાં વહેલા શરૂ થઈ જશે. તેવા સમયે ગુજરાતમાં વિપક્ષ ગણાતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સતત સત્તા પક્ષ પર રહેલી ભાજપ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. નાગરિકો પણ ઘણા મુદ્દા લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે વિપક્ષ દ્વારા આવા લોકોને સમર્થન આપીને સરકારને ઘેરી રહ્યા છે. આજે ગુજરાત આમ આદમી પાર્ટીએ ખેડૂતોને મળતી વીજળીના મુદ્દે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ નેતાઓ ઈશુદાન ગઢવી અને સાગર રબારી હજાર રહ્યા હતા.



કોન્ફરન્સમાં સંબોધન સાગર રબારીએ જણાવ્યુ હતું કે, “સરકાર દ્વારા પહેલા ખેડૂતોને 8 કલાક વીજળી આપવાની યોજના આપવામાં આવી હતી, પરંતુ હવે ખેડૂતોને માત્ર 6 કલાક જ વીજળી આપવામાં આવી રહી છે. હવે ઉનાળામાં સામાન્ય રીતે ખેડૂતો ખરીફ પાકનું વાવેતર કરતાં હોય છે. જેના માટે ખેડૂતોને વધારે પ્રમાણમા પાણીની જરૂર પડે છે. પાક માટે પાણીની મેળવવા માટે ખેડૂતોને વીજળીની જરૂર પડે છે, જે ખેડૂતોને અત્યારે પૂરતા પ્રમાણમા મળતી નથી જેના કારણે ખેડૂતો મુશકેલીનો સામનો કરી રહ્યા છે.”

તેમણે ઘમકીના સ્વરમાં જણાવ્યુ હતું કે, “ગુજરાતમાં ખેડૂતો વીજળીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અમે તેમણે સમર્થન આપીએ છે જ્યાં સુધી તેમણે વીજળીનો પૂરતો પુરવઠો આપવામાં નહી આવે ત્યાં સુધી ખેડૂતો વીજળીનું બિલ નહીં ભરે, અને જો વીજ કંપની વાળા વીજળી કાપવા આવશે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આવીને કનેક્શન ફરી ચાલુ કરી દેશે. જો બળપ્રયોગ કરવામાં આવશે તો રાજયમાં હાઇવે ચક્કાજામ કરવામાં આવશે.”



આ ઉપરાંત ઈશુદાન ગઢવીએ પેપર ફૂટવા અને બેરોજગારોના પ્રશ્ન અંગે જણાવ્યુ હતું કે, “અવાર નવાર સરકારી ભરતીની પરિક્ષાના પેપર ફૂટી રહ્યા છે, જે સરકાર સ્વીકારતી નથી. સરકાર કહે છે કે વિદ્યાર્થીઓ પેપર ફૂટવાના પુરાવા આપે તો શું સરકારમાં અધિકારીઓએ મફતમાં પગાર લેવા બેઠા છે. આજે યુવરાજસિંહ જાડેજાએ પુરાવા આપ્યા છે, જો આગામી સમયમાં ભાજપ આ મુદ્દે પગલાં નહીં લે તો આમ આદમી પાર્ટી દ્વારા મોટા પ્રમાણમા આંદોલન કરવામાં આવશે.”

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular