નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી આગામી સમયમાં યોજાવાની છે. ત્યારે પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ પાછા ખેંચવા અંગે ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. જો કે ચૂંટણી ટાણે હાર્દિક પટેલે તો માગ નહીં સ્વીકારે ફરી આંદોલનની ચીમકી આપી હતી. સાથે જ અનેક પાટીદાર નેતા કેસ પાછા ખેંચવા અંગે સરકાર પાસે માગણી કરી રહ્યા છે. તેવામાં ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતાઓનો આંતરિક જૂથવાદ બહાર આવ્યો છે. જેની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ઓડિયોની પુષ્ટી નવજીવન ન્યૂઝ કરતું નથી.
PAASના મહિલા નેતા વંદના પટેલ અને અતુલ પટેલની કથિત ઓડીયો ક્લીપ વાયરલ થતા ચર્ચાએ ભારે જોર પક્ડયું છે. PAASના મહિલા નેતા વંદના પટેલ અને અતુલ પટેલની વાતચીતમાં વંદના પટેલ કહી રહી છે કે ‘વિધાનસભાની ચૂંટણીઓ આવતા પાટીદાર આંદોલનના નામે લોકો નીકળી પડ્યા છે. હું જે દિવસે બોલીશને તો કોંગ્રેસની બધી મહેનત પર પાણી ફરી વળશે.. અને ભાજપમાં જોઈશેને એટલા રૂપિયા આપશે… આ તો હું બોલતી નથી, જે હારી ભાળે તેની પાછળ પેલો સિઘ્ઘાર્થ અને એ બસ…, ગીતા એમાં તો ટિકીટ લઈ આવી’
કથિત ઓડીયો ક્લીપમાં વંદના પટેલ વધુમાં કહે છે કે વટવામાં ચૂંટણી હતી ત્યારે બધાને પ્રચાર ન કરવા કહીને એણે 15 લાખ લીઘા એકલીએ અને તેને પ્રચાર શરુ કરી દીધો હતો, આ તો વિધાનસભાની ચૂંટણીઓ આવતા પાટીદાર આંદોલનના નામે લોકો નીકળી પડ્યા છે. આંદોલનના નામે પૈસા ભેગા કરવા અને ટિકિટ લેવા નીકળી ગયા છે. હું જે દિવસે બોલીશ એ દિવસે વરૂણ અને દિનેશ બધા બંધ થઇ જશે. આ બધા કોંગ્રેસના નાક દબાવવા અને પોતાની ટિકિટ માટે નિકળ્યા છે. આ કોઈના કેસ પાછા ખેંચવા નઈ જતો, કેસ કોર્ટમાં ખેંચાય સરકાર શું તંબુરો ખેચેં?, પાર્ટી છોડુ ખાલી આટલું બોલવાના ભાજપ કેટલા રૂપિયા આપે… માંગુ એ આપે કે નઈ!, આ તો ભાજપથી પણ ગયેલું છે.. આપણે તો સારુ સમજીને આવ્યા હતા, ખબર નહતીને કે આવા લોકો અહીં પડ્યા છે. કોંગ્રેસની 20 બેઠકો પણ વિધાનસભા આવવાની નથી. 20 આવે તો મને યાદ કરજો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.