નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જો કે માતા વચ્ચે પડતાં તેને પણ છરીના ઘા ઝીકી દીધા હતા. યુવક મિત્ર સાથે ઊભો હતો તે દરમિયાન એક યુવક આવીને પોલીસને કેમ ખોટી બાતમી આપે છે તેમ કહીને માર માર્યો હતો ત્યાર બાદ છરી વડે હુમલો કર્યો હતો.
સમગ્ર બનાવ અંગે કૃણાલ ભીટોરાએ ગોમતીપૂર પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગોમતીપુરમાં આવેલા વિવેકાનંદ એસ્ટેટ પાસે ઊભો હતો તે દરમિયાન વિકી નામનો યુવક આવીને મને ગંદી ગાળો બોલવા લાગ્યો હતો અને કહ્યું હતું કે તું કેમ પોલીસને ખોટી બાતમી આપે છે. ત્યાર બાદ વિકીએ માર માર્યો હતો. આ દરમિયાન બૂમાબૂમ કરતાં કૃણાલની માતા અને તેની બહેન આવી ગઈ હતી. ઉપરાંત વિકીનો ભાઈ પણ આવી ગયો હતો. બહેન છોડાવવા માટે વચ્ચે પડતાં વિકીએ તેને ધક્કો મારીને પાડી દીધી હતી.
ત્યાર બાદ વિકીએ ખિસ્સામાંથી ચપ્પુ કાઢી કૃણાલને ઘા મારતા હાથમાં ઈજા થઈ હતી. માતા વચ્ચે પડ્તા વિકીએ તેમને પણ ચપ્પુના ઘા માર્યા હતા. જેથી માતા અને પુત્ર લોહી લુહાણ થઈ ગયા હતા. આ દરમિયાન કૃણાલના પિતા અને તેનો મિત્ર આવી જતા વિકી અને તેનો ભાઈ નાસી ગયા હતા. માતા – પુત્ર ઈજાગ્રસ્ત થતા 108 બોલાવી સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












